Gujarat Election 2022: તાપી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ માટે પોલીસનું સઘન ચેકિંગ

|

Nov 17, 2022 | 2:35 PM

તાપી (Tapi) જિલ્લા ચૂંટણી વિભાગની સૂચનાથી દરેક વિભાગ એલર્ટ થઇ કામગીરી કરી રહ્યું છે, જેમાં કાયદોવ્યવસ્થાની પરિસ્થિતિના નિયંત્રણની સાથે તાપી જિલ્લાનો પોલીસ વિભાગ પણ સજ્જ થઈને કામગીરીમાં જોતરાયો હતો,

Gujarat Election 2022:  તાપી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ માટે પોલીસનું સઘન ચેકિંગ
તાપી જિલ્લામાં આચાર સંહિતાના અમલીકરણ માટે સઘન ચેકિંગ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: તાપી જિલ્લામાં આદર્શ આચાર સંહિતા ના અમલવારી માટે ચૂંટણી વિભાગ સતર્ક થઈને કામગીરી કરી રહ્યું છે, કોઈપણ ચૂક રહી ન જાય અને આવનાર વિધાનસભાની ચૂંટણી દાખલારૂપ બની રહે તે માટે ચૂંટણી સાથે સંકડાયેલ દરેક વિભાગ તકેદારી રાખી કામગીરી કરી રહ્યુ છે. આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદર્શ બની રહે અને તેમાં કોઈ ગેરરીતી ન થાય તે માટે તાપી જિલ્લા ચૂંટણી વિભાગની સૂચનાથી દરેક વિભાગ એલર્ટ થઇ કામગીરી કરી રહ્યું છે, જેમાં કાયદોવ્યવસ્થાની પરિસ્થિતિના નિયંત્રણની સાથે  તાપી જિલ્લાનો પોલીસ વિભાગ પણ સજ્જ થઈને કામગીરીમાં જોતરાયો હતો, જિલ્લામાં અલગ અલગ 17 જેટલી ચેકપોસ્ટ બનાવી રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ ની સાથે સતત અલગ અલગ ટિમો બનાવીને પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લગાવામાં આવી રહી છે.

ગુજરાત ચૂંટણી 2022:  જાણો શું છે  આદર્શ આચાર સંહિતા

રાજ્યમાં આજે ચૂંટણી જાહેર થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે એ જાણવું જરૂરી છે કે આખરે આદર્શ આચાર સંહિતા શું છે અને તેનો ભંગ કરવા સામે કેવા કેવા દંડ઼નાત્મક પગલાં લેવાઈ શકે છે. આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગુ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે સમાપ્ત થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

આ એક એવી નિયમાવલી છે જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ અસ્તિત્વમાં આવી જાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવે છે. આદર્શ આચાર સંહિતા અથવા ચૂંટણી આચારસંહિતા મતદાનના કાર્યક્રમની જાહેરાત થાય તે દિવસથી અમલમાં આવે છે, અને સૂચના મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને ત્યારબાદ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા ચાલુ રહે છે. એટલે કે, તે લગભગ 45 દિવસ અથવા કુલ 2 મહિના સુધી અમલમાં રહે છે

ચૂંટણી આચાર સંહિતાનો મતલબ ચૂંટણી પંચની  સૂચનાઓ છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ નીરવ કંસારા, તાપી  ટીવી9

 

Published On - 2:31 pm, Thu, 17 November 22

Next Article