Gujarat Election 2022: ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, બાયડ બેઠક પર અપક્ષમાંથી લડશે ચૂંટણી

|

Nov 18, 2022 | 10:55 AM

ધવલસિંહ ઝાલાએ ભાજપમાં (BJP) પ્રાથમિક સભ્ય પદથી લઈ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યુ છે. ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી હોવાનો ધવલસિંહે આક્ષેપ લગાવ્યો છે.

Gujarat Election 2022:  ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, બાયડ બેઠક પર અપક્ષમાંથી લડશે ચૂંટણી
ધવલસિંહ ઝાલાનું ભાજપમાંથી રાજીનામું
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : અરવલ્લીમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે ભાજપના પ્રાથમિક સભ્યથી લઈ તમામ પદેથી રાજીનામું આપી દીધુ છે. તેમણે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. ધવલસિંહે આક્ષેપ કરતા કહ્યું કે-ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી છે.

ધવલસિંહ ઝાલાએ ભાજપમાં પ્રાથમિક સભ્ય પદથી લઈ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યુ છે. ભાજપે નિષ્ક્રિય ઉમેદવારની પસંદગી કરી હોવાનો ધવલસિંહે આક્ષેપ લગાવ્યો છે. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લેખિતમાં રાજીનામું મોકલી આપ્યું છે. જે પછી ધવલસિંહ ઝાલાએ અપક્ષમાંથી ઉમેદવારી પણ નોંધાવી છે. ત્યારે હવે બાયડ બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે.

બાયડ બેઠક પર ભાજપમાંથી ભીખીબેન પરમારને ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવ્યા છે. તો કોંગ્રેસે આ બેઠક પર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ચુનીભાઇ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો નોંધાયા

પ્રથમ તબક્કાની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા હતા.પ્રથમ તબક્કામાં ફોર્મ પાછા ખેંચાયા બાદ કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 1515 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બીજા તબક્કામાં ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

(વિથ ઇનપુટ-અવનીશ ગોસ્વામી, અરવલ્લી)

Published On - 10:07 am, Fri, 18 November 22

Next Article