Gujarat Election 2022: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો પ્રહાર, કોઈ મુદ્દો નથી તો મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે ભાજપ

|

Nov 19, 2022 | 5:42 PM

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મેધા પાટકર અંગે નિવેદન આપ્યુ કે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે. મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે કંઈ લેવા દેવા નથી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હજુ સુધી ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી. જેમા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે. ત્યારે તેમની યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. આ અંગે ભાજપ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ કે ભાજપ પાસે આ ચૂંટણીમાં કોઈ મુદ્દા નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર મુદ્દે જવાબ આપે ભાજપ- રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યુ કે હાલ ભાજપની બેચેની અને પરેશાની વધી રહી છે. તેનુ કારણ છે કે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ કોઈ મોકો આપી નથી રહી અને ભાજપ એવા જ કોઈ મોકાની રાહમાં છે. તેના સિવાય બીજુ કશું નથી. મેધા પાટકર અંગે સવાલ કરાતા રઘુ શર્માએ જણાવ્યુ કે અમે ગુજરાતની ચૂંટણી લડી રહ્યા છીએ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. તેમા કોઈ વ્યક્તિ આવીને જોડાય તો તેનો કોઈ મતલબ નથી હોતો. વધુમાં રઘુ શર્માએ જણાવ્યુ કે મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર વાત થવી જોઈએ. ભાજપે તેના પર જવાબ આપવો જોઈએ.

ગુજરાત ચૂંટણી 2022: મેધા પાટકરને ગુજરાતની ચૂંટણી સાથે કંઈ લેવા-દેવા નથી- રઘુ શર્મા

ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ ગુજરાત વિરોધી તત્વો સાથે મળેલી છે. મેધા પાટકર ગુજરાત વિરોધી છે અને તેમણે સરદાર સરોવર બંધના નિર્માણ સમયે મેધા પાટકર અને મમતા બેનર્જી સહિતનાએ મળીને ગુજરાતમાં આંદોલન કર્યા હતા. હવનમાં હાડકા નાખવાનુ કામ આ લોકોએ કર્યુ  હતુ. આ અંગે રઘુ શર્માએ નિવેદન આપ્યુ કે મેધા પાટકર અને ગુજરાત ચૂંટણીને કંઈ લેવા દેવા નથી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી મુદ્દે પણ ભાજપ પર આરોપ લગાવ્યો કે આપ એ ભાજપની જ બી ટીમ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આપને જણાવી દઈએ કે જે.પી. નડ્ડાએ ગઈકાલે (18.11.22) તેમની રાજકોટ ખાતેની ચૂંટણી સભામાં જણાવ્યુ હતુ બીજી તરફ કોંગ્રેસ પણ ખતમ થઇ રહી છે. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે ગુજરાત અને નર્મદાનો વિરોધ કરનારા મેધા પાટકરને સાથ આપી કોંગ્રેસે પણ તેની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે.

Next Article