ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીના (Gujarat Vidhan sabha Election 2022) પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો સભાઓ ગજવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે કેન્દ્રીય ચૂંટણીપંચ 16 ઓક્ટોબરથી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન ચૂંટણીપંચ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા (Election Review ) કરશે તેમજ ગુજરાતમાં 4 ઝોનમાં બેઠકો પણ આયોજિત કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચ ( Central Election Commission) આશરે એક અઠવાડિયા સુધી વિવિધ પરિસ્થિતિઓની સમીક્ષા કરશે અને ત્યાર બાદ એવી તમામ શક્યતાઓ જોવામાં આવી રહી છે કે દીવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
કેન્દ્રીય ચૂંટણીપંચની મુલાકાત બાદ ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 થી 30 નવેમ્બર દરમિયાન યોજાઈ શકે તેવી પ્રબળ શકયતાઓ છે. એવી પણ શકયતા છે તે નવેમ્બર બાદ બીજા તબક્કાનું મતદાન 4થી 7 ડિસેમ્બર સુધીમાં યોજાશે અને ત્યાર બાદ 10 ડિસેમ્બર સુધીમાં ચૂંટણીના પરિણામો આવી શકે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું તે દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે (Ahmedabad) બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી અને મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.
ગુજરાતમાં આગામી વિધાનસભાની (Gujarat vidhan sabha Election) ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ (Election Commission of India ) દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
રાજ્યના 30 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર (Observer) તરીકે નિમણુંક કરાઈ હતી જેમાં વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી વર્ષ 2005 બેચના IAS ઓફિસર રંજીતકુમારને જવાબદારી સોંપાઈ છે. જેઓ હાલ ગાંધીનગરમાં સૂક્ષ્મ, લઘુ, મધ્યમ ઉદ્યોગ વિભાગના કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Published On - 1:06 pm, Thu, 13 October 22