Gujarat Election 2022: સુરતમાં ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભરવા આજે લગાવી દોડ, સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

|

Nov 11, 2022 | 11:22 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ચૂંટણી ફોર્મ ભરવા માટે આજના દિવસ સાથે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હતા.12 અને 13 શનિ-રવિની રજાઓ હોવાથી આ દિવસોમાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં. જેને લઇ આજે અંતિમ દિવસ પહેલાનો એક દિવસ બાકી રહેતો હોવાથી સુરતની બેઠકના તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેની હોડ લાગી હતી

Gujarat Election 2022: સુરતમાં ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભરવા આજે લગાવી દોડ, સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
Surat Candidate Form Filling

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ચૂંટણી ફોર્મ ભરવા માટે આજના દિવસ સાથે માત્ર બે દિવસ જ બાકી રહ્યા હતા.12 અને 13 શનિ-રવિની રજાઓ હોવાથી આ દિવસોમાં ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં. જેને લઇ આજે અંતિમ દિવસ પહેલાનો એક દિવસ બાકી રહેતો હોવાથી સુરતની બેઠકના તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેની હોડ લાગી હતી.એક જ દિવસમાં તમામ રાજકીય પક્ષના અનેક ઉમેદવારોએ આજે ફોર્મ ભરી દીધા હતા.

ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સુરત સહિત જીલ્લાની કુલ 16 બેઠકો છે. મોટાભાગના તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો આ તમામ બેઠકો પરથી જાહેર થઈ ચૂક્યા છે.આ તમામ ઉમેદવારો માટે ઉમેદવારીમાં નામાંકન ભરવાનો છેલ્લો દિવસ 14 તારીખે સોમવારનો છે.તેમ છતાં તમામ રાજકીય પક્ષોના મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ ભરવામાં આજે દોટ લગાવી હતી.ભાજપ કોંગ્રેસ અને આપ તમામ પક્ષના મોટાભાગના ઉમેદવારો દ્વારા આજે અચાનક જ ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે પહોંચી રહ્યા હતા.અને જુદી જુદી રાજકીય પક્ષના ઉમેદવારોઅને સમર્થકો એક જ સમયે ભેગા પણ થઈ ગયા હતા.

ગુજરાતી વિધાનસભાના પ્રથમ ચરણના ઇલેક્શન માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર એટલે કે સોમવારનો દિવસ છે.પરંતુ તે પહેલા આવતા શનિ-રવિ સરકારી કર્મચારીઓ માટે રજા હોવાથી આ દિવસોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તે સ્પષ્ટ ચૂંટણી અધિકારી દ્વારા કહી દેવામાં આવ્યું છે.જેને લઇ આજે શુક્રવારે ફોર્મ સ્વીકારવાનો અંતિમ દિવસનો આગળનો દિવસ હોવાથી જે જે પક્ષના ઉમેદવારો નક્કી થઈ ગયા છે તેમાંથી મોટાભાગના ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભાજપ કોંગ્રેસ અને આપ તમામ પક્ષના દિગ્ગજ નેતાઓ પણ આજના દિવસે ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા.ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈ ભાજપ દ્વારા ગતરોજ હજુ તો ઉમેદવારોના નામ જાહેર કરાયા છે ત્યારે સુરતના 11 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારો હોય તો આજે ફોર્મ પણ ભરી દીધા છે.હવે સોમવારે અંતિમ દિવસ બાકી રહેતો હોવાથી ભાજપના છ ઉમેદવારો એ તો તાત્કાલિક ફોર્મ ભરી દીધા છે.જેમાં કતારગામના ધારાસભ્ય અને મંત્રી વીનુ મોરડીયા પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ સહિતના રીપીટ કરાયેલા અન્ય પાંચ ધારાસભ્ય દ્વારા આજે ફોર્મ ભરી પણ લીધા હતા.

આજે જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચી ગયા હતા.ત્યારે જે જગ્યાએ જે વિધાનસભા માટે ઉમેદવારી પત્રક ફોર્મ ઉમેદવારો ભરવાનું હોય છે ત્યાં એક સાથે જુદી જુદી પાર્ટીના સમર્થકો સાથેના ઉમેદવારો ભેગા થઈ ગયા હતા.આજે દિવસ દરમિયાન ઉમેદવારી પત્રક ભરવાના સ્થળ પર જાણે કોઈ મેળો લાગ્યો હોય તેમ જુદા જુદા રાજકીય પક્ષોઅને ઉમેદવારોના જયઘોષથી પરિસર ગુંજી ઉઠ્યા હતા.

ઉમેદવારી પત્રક ભરવાનો 14 તારીખે સોમવાર અંતિમ દિવસ હોવાથી અને તે પહેલા શનિ-રવિની રજા હોવાથી આજે અનેક રાજકીય પક્ષોના મોટા નેતાઓએ પણ પોતાની ઉમેદવારીના ફોર્મ ભરી દીધા હતા.આમ આદમી પાર્ટીમાંથી કતારગામ વિધાનસભા સીટ પરથી ઉમેદવારી કરનાર અને આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યુંતેની સાથે આપના અન્ય ચાર જેટલા ઉમેદવારો એ પણ ફોર્મ ભર્યા હતા તો કોંગ્રેસમાંથી પશ્ચિમ બેઠક પરથી લડનાર સંજય પટવા કતારગામ થી લડનાર કલ્પેશ વરિયા સહિત અન્ય ચાર જેટલા ઉમેદવારોએ આજે ફોર્મ ભરી દીધા હતા.તો સામે ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલી યાદી માંથી છ જેટલા ઉમેદવારોએ અંતિમ ઘડીના આગલા દિવસે ફોર્મ ભરી પોતાનું નામાંકન સિક્યોર કરી દીધું હતું.

આવતીકાલે શનિ અને રવિની જાહેર રજાઓ છે જેમાં ચૂંટણી અધિકારીઓ પણ રજા ઉપર રહેશે.અને આ બંને દિવસોમાં એક પણ ઉમેદવારનું ફોર્મ સ્વીકારાશે આવશે નહીં તેવી સ્પષ્ટ ચૂંટણી અધિકારીએ જાહેરાત કરી છે.ત્યારે આજે અનેક પક્ષના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભરી પોતાની બેઠક સિક્યોર કરી દીધી છે.પરંતુ હજુ પણ અનેક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાના બાકી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આપ આ તમામ મોટા પક્ષના ઉમેદવારોમાંથી હાલ પણ ડઝનથી વધુ ફોર્મ ભરવાના બાકી છે ત્યારે સોમવારે અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળશે.બાકી રહેલા તમામ ઉમેદવારો માટે હવે સોમવારે 3:00 વાગ્યા સુધીનો છેલ્લો સમય બાકી રહ્યો છે.

Next Article