Gujarat Election 2022: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મોરબીના હોદ્દેદારો સાથે કરી બંધ બારણે બેઠક

|

Nov 24, 2022 | 10:27 PM

ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા સી.આર.પાટીલની મિટિંગને સૂચક માનવામાં આવી રહી છે. મોરબીમાં ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા મોરબીની ખાનગી હોટલમાં સી.આર.પાટીલની અચાનક ગુપ્ત મિટિંગ યોજાઈ હતી. જે માટે સી.આર.પાટીલ હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચ્યા હતા.

Gujarat Election 2022: પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મોરબીના હોદ્દેદારો સાથે કરી બંધ બારણે બેઠક
સી.આર. પાટીલે અચાનક લીધી મોરબીની મુલાકાત

Follow us on

ગુજરાત ચૂંટણી 2022:  સી.આર.પાટીલે મોરબીમાં પણ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. મોરબીમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં સાંસદ મોહન કુંડારિયા, સાંસદ વિનોદ ચાવડા તથા મોરબીના ઉમેદવાર કાંતિ અમૃતિયા હાજર રહ્યા હતા. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા સી.આર.પાટીલની મિટિંગને સૂચક માનવામાં આવી રહી છે. મોરબીમાં ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા મોરબીની ખાનગી હોટલમાં સી.આર.પાટીલની અચાનક ગુપ્ત મિટિંગ યોજાઈ હતી. જે માટે સી.આર.પાટીલ હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચ્યા હતા.

મોરબીમાં કોંગ્રેસે બ્રિજ દુર્ઘટના અંગે મતદારોને રીઝવવાનો પ્રયાસ

બીજી તરફ ચૂંટણીના માહોલમાં કોંગ્રેસે મોરબી બ્રિજ દુર્ઘટના પર મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે વાયદો કર્યો છે કે જો તેમની સરકાર બનશે તો મોરબી દુર્ઘટનાની તપાસ માટે સિટીંગ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવામાં આવશે અને દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાશે. AICCના રાષ્ટ્રીય પ્રવક્તા અજય ઉપાધ્યાયે મોરબી દુર્ઘટનામાં રાજ્ય સરકારે કોઈ યોગ્ય પગલાં ન લીધા હોવાનો આક્ષેપ કર્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી

ગુજરાતમાં આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠક પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article