Gujarat Election 2022: અમદાવાદ ગ્રામ્યની દસ્ક્રોઈ વિધાનસભા બેઠક પર 35 વર્ષથી ભાજપનો કબ્જો, જાણો શું છે હાલમાં મતદારોનો મિજાજ

|

Sep 27, 2022 | 2:41 PM

અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યની દસ્ક્રોઈ વિધાનસભા બેઠક (Daskroi Assembly Seat) પર 35 વર્ષથી ભાજપનો કબ્જો છે. ધારાસભ્ય બાબુ જમના પટેલ છેલ્લી ચાર ટર્મથી સતત જીતી રહ્યાં છે.

Gujarat Election 2022: અમદાવાદ ગ્રામ્યની દસ્ક્રોઈ વિધાનસભા બેઠક પર 35 વર્ષથી ભાજપનો કબ્જો, જાણો શું છે હાલમાં મતદારોનો મિજાજ
દસ્ક્રોઈ વિધાનસભા બેઠકમાં મતદારોનો મિજાજ

Follow us on

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ( Gujarat Assembly elections ) લઇને વિવિધ રાજકીય પક્ષો એકશન મોડમાં આવી ગયા છે. મતદારોને રીઝવવા વિવિધ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યની દસ્ક્રોઈ વિધાનસભા બેઠક (Daskroi Assembly Seat) પર 35 વર્ષથી ભાજપનો કબ્જો છે. ધારાસભ્ય બાબુ જમના પટેલ છેલ્લી ચાર ટર્મથી સતત જીતી રહ્યાં છે. ત્યારે TV9 ગુજરાતીની ટીમે આ વિસ્તારની મુલાકાત લઇને મતદારોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર જનતાનો શું છે અભિપ્રાય.

દસ્ક્રોઈના ખેતી અને પશુપાલન આધારિત મતવિસ્તારમાં સ્થાનિકોની કઈ-કઈ સમસ્યાનો ઉકેલ આવ્યો છે. શું સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, બિયારણ ખેડૂતોને મળે છે. આ વિસ્તારના યુવાનોને રોજગારી અને બાળકોના શિક્ષણની કેવી છે વ્યવસ્થા, આરોગ્યની સુવિધાઓ કેવી વિસ્તરી છે, જ્યારે મોંઘવારી, રોડ, ટીપી સ્કીમ મુદ્દે દસ્ક્રોઈના જાગૃત પ્રજાજનોનો શું છે મત ? તે સ્થાનિક લોકો પાસેથી જાણ્યુ હતુ.

જુઓ Video

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોણ છે બાબુ જમના પટેલ?

બાબુ જમના પટે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ છે. તેઓ કડવા પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાન પણ છે. તેઓ સોલા ઉમિયાધામ સંસ્થાના ચેરમેન પણ છે. સાથે જ 4 ટર્મથી દસ્ક્રોઈ બેઠક પર તેમનો દબદબો રહેલો છે. દસ્ક્રોઈ બેઠક પર 2002થી એકધારૂ પ્રભુત્વ ધરાવે છે.

જાતિગત સમીકરણો

ઠાકોર મતદારો – 24.6 ટકા
પટેલ મતદારો – 21.4 ટકા
દલિત મતદારો – 8.7 ટકા
ક્ષત્રિય મતદારો – 8 ટકા
અન્ય મતદારો – 37.4 ટકા

રાજકીય ઇતિહાસ

1972થી અત્યાર સુધી 12 વખત ચૂંટણી યોજાઇ
1972થી 1985 સુધી બેઠક પર કોંગ્રેસનો દબદબો
1990થી બેઠક પર ભાજપનું એકહથ્થુ શાસન
1990 અને 1995માં ભાજપના મધુ ઠાકોર જીત્યા
2002થી ભાજપના બાબુ પટેલનો બેઠક પર દબદબો
છેલ્લી 4 ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે બાબુ પટેલ

બેઠકની ખાસિયત

અમદાવાદના દસ્ક્રોઈ બેઠકની વાત કરીએ તો તે અમદાવાદ ગ્રામ્યની જનરલ કેટેગરીની બેઠક છે. અહીંનો મુખ્ય રોજગાર ખેતી, પશુપાલન અને નાના ઉદ્યોગો છે. અહીં ખેતીની દવાઓની પણ મોટાપાયે ફેક્ટરીઓ આવેલી છે. અહીં સ્થાનિક કંપનીઓમાં યુવકોને રોજગારીની તકો વધુ છે. અહીં સૌથી વધુ રબારી, ભરવાડ અને પાટીદારોની વસતી છે.

(વીથ ઇનપુટ- સચિન પાટીલ, અમદાવાદ)

Next Article