Gujarat Election 2022: સોનિયા ગાંધીના ‘મોત ના સોદાગર’ બાદ હવે ખડગેના ‘રાવણ’ નિવેદનને ભાજપ અવસરમાં પલટાવી નાખે તો નવાઈ નહી !

|

Nov 29, 2022 | 5:38 PM

Gujarat assembly election 2022: કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરતાં ફરી એક વખત ગુજરાતની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે રાવણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું છે

Gujarat Election 2022: સોનિયા ગાંધીના મોત ના સોદાગર બાદ હવે ખડગેના રાવણ નિવેદનને ભાજપ અવસરમાં પલટાવી નાખે તો નવાઈ નહી !
ભાજપની આફતને અવસરમાં પરિણમવાની નીતિ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરતા નેતાઓ વચ્ચે વાક યુદ્ધ પણ છેડાઇ રહ્યુ છે. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ 28 નવેમ્બરે વડાપ્રધાન મોદીને લઇને નિવેદન આપ્યુ હતુ. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપના અલગ અલગ નેતા ખડગેના નિવેદન સામે જવાબ આપી રહ્યા છે. જો કે કોંગ્રેસના નિવેદનની સામે ભાજપના નેતાઓ તેમને ઘેરી રહ્યા છે અને કોંગ્રેસના વાણી વિલાસને જાણે ગુજરાતની ચૂંટણીમાં વધુ મતો મેળવવાના અવસરમાં પરિણમી રહ્યા છે. પહેલા પણ કોંગ્રેસના વાણી વિલાસને ભાજપે અવસરમાં પરિણમી હતી.

કોંગ્રેસના બફાટથી ભાજપની તરફેણમાં માહોલ બનાવવાની રીત

કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરતાં ફરી એક વખત ગુજરાતની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે રાવણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું છે અને એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. જો કે આ પહેલી વખત નથી કે વડાપ્રધાન મોદી પર કોંગ્રેસના કોઇ નેતાએ ટિપ્પણી કરી હોય અને ભાજપે તે મુદ્દાને ઉઠાવી પોતાની તરફેણમાં માહોલ બનાવ્યો હોય. આ અગાઉ પણ ભાજપે કોંગ્રેસની ટિપ્પણીઓની સામે પ્રતિક્રિયાઓ આપી મતોના સમીકરણોને પોતાની તરફેણમાં લઇ લીધા હતા.

2007ની ચૂંટણીમાં મોતના સોદાગર, 2014ની ચૂંટણીમાં પીએમને ચા વેચવાવાળા કહેવાનો મુદ્દો, કે પછી 2017માં નીચ અને નીચી જાતિનો મુદ્દો હોય. દરેક વખતે ભાજપે આવા મુદ્દાઓને ઉઠાવી મતોનું આખું સમીકરણ જ ફેરવી નાંખ્યું છે. ખુદ વડાપ્રધાન મોદીએ પણ પોતાના પર થતી વિવાદિત ટિપ્પણીઓ અને અપશબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તેલંગાણામાં આયોજીત એક સભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમને દરરોજ 2-3 કિલો અપશબ્દો મળે છે, પરંતુ તેમનું શરીર આ અપશબ્દોને પોષણમાં ફેરવી દે છે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

મહત્વનું છે કે, મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે- મોદી નાગરિકોને પોતાનો ચહેરો જોઈ મત કરવા અપીલ કરે છે.. શું રાવણની જેમ 100 માથા છે કે અલગ-અલગ મતની માગણી કરો છો? મલ્લિકાર્જુનના આ નિવેદન પર ભાજપ ચારેબાજુથી શાબ્દિક પ્રહાર કરીને કોંગ્રેસને ઘેરી રહ્યું છે. ભાજપના અલગ અલગ નેતા ખડગેના નિવેદન સામે જવાબ આપી રહ્યા છે

Published On - 5:35 pm, Tue, 29 November 22

Next Article