ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે.
Guajrat Bjp Campaign
Follow us on
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે. તેમજ તમામ નેતાઓની 20થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય 10થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ ,નીતિન ગડકરી ,અર્જુન મુંડા ,સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન ,ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે.
ગુજરાત ઇલેકશન 2022 : આ સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. આ ઉપરાંત હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. ભાજપે 40થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ સ્ટાર પ્રચારકોની યાદી આ મુજબ છે.