Gujarat Election 2022: ભાજપે ‘ભણેલા નહીં પણ ગણેલા’ ઉમેદવાર પર ઢોળ્યો પસંદગીનો કળશ, દિગ્ગજોએ રાજકીય ગણતરના જોરે સર કર્યા છે કપરા કિલ્લા

|

Nov 11, 2022 | 12:44 PM

ભાજપના  (BJP) 12 ઉમેદવાર એવા છે જેમાંથી  કેટલાકે તો  પ્રાથમકિ શિક્ષણ માંડ લીધું છે જોકે રાજકારણમાં તેઓ સફળ છે અને પોતા પોતાની બેઠક પર આગવો દબદબો ધરાવે છે. તેમનો અભ્યાસ ઓછો છે પરંતુ ચૂંટણીનું ગણિત પાકું છે.

Gujarat Election 2022: ભાજપે ભણેલા નહીં પણ ગણેલા ઉમેદવાર પર ઢોળ્યો પસંદગીનો કળશ, દિગ્ગજોએ રાજકીય ગણતરના જોરે સર કર્યા છે કપરા કિલ્લા
bjp candidates Education

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:  ભાજપ પ્રથમ 160 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં 13 SC, 24 ST તેમજ 14 મહિલાઓ યુવાનો અને પંચાયતી અને પ્રોફેશનલ ક્ષેત્રે જોડાયેલા ઉમેદવારોને સમાવવામાં આવ્યા છે. તેમાં જો અભ્યાસની રીતે જોઈએ તો 12 ઉમેદવાર એવા છે જેમણે SSC સુધીનો જ અભ્યાસ કરેલો છે. જેમાં અબડાસા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજા   એવા ઉમેદવાર છે જેઓએ માત્ર 4  ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે.  182 માંથી 160 બેઠકની યાદી જાહેરથઈ છે  જેમાં 14 મહિલાઓ તેમજ  13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ ઉમેદવારોમાં  4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.

ગુજરાત ઇલેકશન 2022:  ભણેલા નહીં પરંતુ ગણેલા ઉમેદવાર પર જીતનો મદાર

ભાજપના  12 ઉમેદવાર એવા છે જેમાંથી  કેટલાકે તો  પ્રાથમકિ શિક્ષણ માંડ લીધું છે જોકે રાજકારણમાં તેઓ સફળ છે અને પોતા પોતાની બેઠક પર આગવો દબદબો ધરાવે છે.

  1. અબડાસા બેઠક ઉપરથી પ્રદ્યુમનસિંહ જાડેજાનો અભ્યાસ 4 ધોરણ સુધીનો છે
  2. કડીના કરસન સોલંકીનો અભ્યાસ 7 ધોરણ સુધીનો છે
  3. ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
    Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
    Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
    Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
    તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
    વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
  4. સુરતના કાંતિ બલરનો અભ્યાસ 7 ધોરણ સુધીનો છે
  5. રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાનો અભ્યાસ 8 ધોરણ સુધીનો છે
  6. ધંધુકાના કાલુ ડાભી 8 ધોરણ સુધીનો અભ્યાસ
  7. વરાછા બેઠકના કુમાર કાનાણીનો 9 ધોરણ સુધીનો અભ્યાસ છે
  8. ઉમરગામના રમણ પાટકરનો 9 ધોરણ સુધીનો અભ્યાસ
  9. કપરાડાના જીતુ ચૌધરી ધોરણ 9સુધીનો અભ્યાસ
  10. દાંતાના ઉમેદવાર લઘુભાઈ પારધીનો 9 ધોરણ સુધીનો અભ્યાસ

ગુજરાત ઇલેકશન 2022: અબડાસામાં  પ્રદ્યુમન સિંહનો દબદબો

પ્રદ્યુમન સિંહ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અબડાસા મતવિસ્તારમાંથી તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છબીલ પટેલને 10,000થી વધુ મતોથી હરાવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2020ની રાજ્યસભાની સંસદીય ચૂંટણી પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં પક્ષપલટો કરી, અબડાસામાં પેટા ચૂંટણીની ફરજ પાડી હતી. 2020ની પેટા ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાયા હતા. આ વખતે  પણ તેઓ જીતે તેવી સંપૂર્ણ શકયતા છે

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:  અભ્યાસ ઓછો, પરંતુ ચૂંટણીનું ગણિત પાકું

  1. પબુભાનો આ  બેઠક પર વર્ષ 2012થી દબદબો છે અને  2017ની ચૂંટણીમાં પબુભાએ 73, 431 મત મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના હરિફ મેરામણ ગોરિયાએ 67, 692 મત મેળવ્યા હતા. પબુભા કુલ 5, 739 જેટલા વધારે મતથી જીતી ગયા હતા. પબુભા માણેક 8મી, 9મી, 10મી, 11મી, 12મી અને 13મી વિધાનસભા માટે ગુજરાતના દ્વારકા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય છે.  તેમણે ગુજરાત સરકારમાં આરોગ્ય મંત્રી તરીકે પણ સેવા આપી છે.
  2. બલર કાંતિભાઈ હિંમતભાઈ સુરત ઉત્તર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય છે. તેમણે કોંગ્રેસના કાછડિયા દિનેશભાઈ મનુભાઈને 20022 મતોથી હરાવ્યા હતા. કાંતિ બલરને 58,788 મત જ્યારે દિનેશ કાછડિયાને 38,766 મત મળ્યા હતા.
  3. કિશોર કાનાણી વરાછા રોડ મતવિસ્તાર ના ભાજપના ધારાસભ્ય છે. તેમણે કોંગ્રેસના ગજેરા ધીરુભાઈ હરિભાઈને 13,998 મતોથી હરાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં કિશોર કાનાણી (કુમાર)ને 68,472 મત જ્યારે ગજેરા ધીરૂભાઈ હરીભાઈને 54,474 મત મળ્યા હતા. તેમની જન્મતારીખ 01-12-1963 છે તેઓએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ભૂતકાળમાં રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે.
  4. પાટકર રમણલાલ નાનુભાઈ ઉમરગામ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય છે.  તેમણે  વર્ષ 2017માં પટેલ અશોકભાઈ મોહનભાઈને 41,690 મતોથી હરાવ્યા હતા. પાટકર રમણલાલ નાનુભાઈને 96,004 મત જ્યારે પટેલ અશોકભાઈ મોહનભાઈને 54,314 મત મળ્યા હતા.

 

Next Article