Gujarat Election 2022: આ બેઠકો ઉપર ફરીથી ભાજપનો મોરચો સંભાળશે મહિલા ઉમેદવારો, જાણો કોણ છે આ ઉમેદવારો

|

Nov 10, 2022 | 12:10 PM

ભાજપે રાજકોટ, કચ્છ અને સુરતની મહિલા ઉમેદવારોની બેઠકો પર કોઈ નવા ઉમેદવારનું જોખમ લેવાને બદલે વર્ષ 2017માં બહુમતીથી જીતેલા મહિલા ઉમેદવારને (Female candidate) ફરીથી  ઉમેદવાર તરીકેની કમાન સોંપી છે ત્યારે અન્ય કેટલાક જિલ્લામાં પણ જૂના ઉમેદવારોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે.

Gujarat Election 2022: આ બેઠકો ઉપર ફરીથી  ભાજપનો મોરચો સંભાળશે મહિલા ઉમેદવારો, જાણો કોણ છે આ ઉમેદવારો
Gujarat Election 2022

Follow us on

ભાજપે પોતાની નવી યાદીમાં  જૂના જોગીઓનું પુનરાવર્તન નથી કર્યું, પરંતુ કેટલીક બેઠકો પર પોતાના મહિલા ઉમેદવારો ઉપર તો અન્ય કેટલીક બેઠકો પર જૂના  ઉમેદવારો ઉપર જ દારોમદાર જાળવી રાખ્યો છે અને તેમને જ રિપીટ કરવામાં આવ્યા છે.  આ ઉમેદવારોમાં કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પરથી માલતી મહેશ્વરી રિપીટ કરવામાં આવ્યા છે  તો  ગોંડલ બેઠક પરથી ગીતા બા  જાડેજાને ફરીથી  રિપીટ કરવામાં આવ્યા છે. તેમજ સુરતની લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલને પણ રિપીટ કરવામાં આવ્યા છે. આમ ભાજપે આ બેઠકો પર કોઈ નવા ઉમેદવારનું જોખમ લેવાને બદલે વર્ષ 2017માં બહુમતીથી જીતેલા મહિલા ઉમેદવારને ફરીથી  ઉમેદવાર તરીકેની કમાન સોંપી છે.

ગાંધીધામ SC  બેઠક ઉપરથી માલતી મહેશ્વરી વર્ષ 2017માં યુવા વયે રાજકારણમાં આવનારા તેઓ સૌથી નાના MLA હતા. તેમણે વર્ષ 2017માં ગાંધીધામમાં કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગલ સામે 79,713 મત મેળવ્યા હતા. કિશોર પિંગલને 59,443 મત મળ્યા હતા. હરિફ કિશોર પિંગલ કરતા માલતી કિશોરના 20,270 મત વધુ હતા.

તો સુરતમાં સંગીતા પાટીલે 2017માં કોંગ્રેસના ડો.રવીન્દ્ર સુકલાલ પાટીલને 31,951 મતોના અંતરથી હરાવ્યા હતા. સંગીતા પાટીલને 93,585 મત, જ્યારે ડો.રવીન્દ્ર સુકલાલ પાટીલને 61,634 મત મળ્યા હતા. વર્ષ 2012 માં પણ સંગીતા પાટિલે કોંગ્રેસ ના સુરેશ સોનવણેને ને હરાવીને 30,321 મતો થી આ બેઠક જીતી લીધી હતી.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

જ્યારે ગોંડલમાં  તેમણે કોંગ્રેસના ખાટરીયા અર્જુનભાઈ ઘનશ્યામભાઈને 15,397 મતોથી હરાવ્યા હતા. જાડેજા ગીતાબાને 70, 506 મત જ્યારે ખાટરીયા અર્જુનભાઈ 55,109 મત મળ્યા હતા. ગીતાબા ગોંડલના પ્રથમ મહિલા ધારાસભ્ય છે.

તમામ મહિલા ઉમેદવારોની  યાદી આ પ્રમાણે છે.

62 વઢવાણ- જિજ્ઞાબેન પંડ્યા
– 5 ગાંધીધામ અનુસુચિત જનજાતિ- માલતીબેન મહેશ્વરી
– 69- રાજકોટ પશ્ચિમ – ડૉ. દર્શિતા પારસ શાહ
– 71- રાજકોટ ગ્રામિણ -ભાનુબેન બાબરિયા
– 73- ગોંડલ- ગીતાબા જાડેજા
– 78- જામનગર ઉત્તર- રિવાબા જાડેજા
-148- નાંદોદ- ડૉ.દર્શનાબેન દેશમુખ
– 163 – લિંબાયત- સંગીતા પાટિલ
-32- બાયડ ભીખીબહેન પરમાર
-47- નરોડા- ડૉ. પાયલ કુકરાણી
-48- ઠક્કરબાપા નગર- કંચનબેન રાદડિયા
-56- અસારવા દર્શના વાઘેલા
-125- મોરવાહડફ નિમિષા સુથાર
-141 વડોદરા શહેર મનિષા વકીલ

રાજકોટની બેઠકો ઉપર પણ  જૂના ઉમેદવારો પર મૂકાયો ભરસો

રાજકોટની જસદણ બેઠક પર ભાજપે કુંવરજી બાવળિયાને  ફોન કરવામાં આવ્યા છે. તો  ગોંડલ બેઠક માટે   ગીતા બા જાડેજાને મોડી રાત્રે આવ્યો ફોન હતો  અને  ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી હતી.  તો ઉદય કાનગડ   પૂર્વ વિધાનસભા રાજકોટ માટે, ભાનુબેન બાબરીયા ને રાજકોટ ગ્રામ્ય માટે બેઠક માટે ટિકીટ ફાલવી હોવાનો કોલ કરવામાં આવ્યો છે. જેતપુર  માટે જયેશ  રાદડિયાની ટિકીટ નક્કી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

કચ્છમાં પ્રદ્યુમન સિંહ જાડેજા અને માલતી મહેશ્વરીને ફરીથી અપાઇ ટિકિટ

કચ્છ જિલ્લાની  માંડવી,  ભુજ, અંજાર, અને ગાંધીધામ (SC) તથા  રાપર બેઠક પૈકી  ગાંધીધામ બેઠક પરથી માલતી મહેશ્વરીને ટિકિટ ફાળવવામાં આવી છે જ્યારે  રાપર બેઠક માટે વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ ફાળવણી નક્કી છે તો  અબડાસા  બેઠક પરથી પ્રદ્યુમન સિંહ જાડેજાનું નામ નક્કી છે તો  અંજાર બેઠક પરથી વાસણ આહિરનું પત્તુ કપાયું છે અને અંજાર  બેઠક પરથી  ત્રિક્રમ બીજલ છાંગા (માસ્ટર) ને ટિકીટ મળે તેવી શકયતા સેવાઈ રહી છે.

જામનગર જિલ્લામાં કૃષિ મંત્રી કરશે નેતૃત્વ

અન્ય બેઠકોની વાત કરીએ  તો  જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપમાંથી  હાલના  કૃષિ મંત્રી રાઘવજી પટેલને ઉમેદવારી અપાશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર  કુંવરજીભાઈ બાવળીયાને રાત્રે 2ઃ 30 વાગ્યે  ઉમેદવારી પત્ર ભરવા અંગે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી.

Published On - 9:26 am, Thu, 10 November 22

Next Article