Gujarat Election 2022 : જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપ -કોંગ્રેસ આમને સામને, આમ આદમી પાર્ટીની અસર વર્તાશે

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : જામનગર જીલ્લાની પાંચેય બેઠક ભાજપ-કોંગ્રેસની આમને-સામનેની લડાઈ છે. તો કેટલીક બેઠક પર આપ પણ પોતાની તાકાત દેખાડશે. જામનગરની પાંચેય બેઠક ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના ઉમેદવારેને મેદાને ઉતારશે. જામનગરમાં ત્રિપાંખીયો ચૂંટણીનો જંગ રહેશે. જામનગરની કુલ બેઠકોમાંથી બે બેઠક શહેરની અને ત્રણ ગ્રામ્યની છે. જે 2017માં પાટીદાર આંદોલની અસરના કારણે ગ્રામ્યની ત્રણેય બેઠક કોંગ્રેસે મેળવી હતી.

Gujarat Election 2022 : જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપ -કોંગ્રેસ આમને સામને, આમ આદમી પાર્ટીની અસર વર્તાશે
Gujarat Jamnagar Seat
| Edited By: | Updated on: Nov 15, 2022 | 3:47 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :  ગુજરાતની જામનગર જીલ્લાની પાંચેય બેઠક ભાજપ-કોંગ્રેસની આમને-સામનેની લડાઈ છે. તો કેટલીક બેઠક પર આપ પણ પોતાની તાકાત દેખાડશે. જામનગરની પાંચેય બેઠક ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના ઉમેદવારેને મેદાને ઉતારશે. જામનગરમાં ત્રિપાંખીયો ચૂંટણીનો જંગ રહેશે. જામનગરની કુલ બેઠકોમાંથી બે બેઠક શહેરની અને ત્રણ ગ્રામ્યની છે. જે 2017માં પાટીદાર આંદોલની અસરના કારણે ગ્રામ્યની ત્રણેય બેઠક કોંગ્રેસે મેળવી હતી. શહેરની બેઠક મેળવવા ભાજપ સફળ રહ્યું હતુ. આ શહેરી વિસ્તારમાં ભાજપ મજબુત સ્થિતીમાં તો ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ મજબુત સ્થિતી માનવામાં આવે છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં સમીકરણોમાં બદલાવ આવ્યો છે. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યની સક્રિયતાને લઈને તેમજ પક્ષપલટાના કારણે ભાજપ પોતાની સારી છાપ ઉભી કરવાના પ્રયાસો કર્યા છે. 2019માં જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ધારાસભ્યએ પક્ષપલ્ટો કરતા પેટાચૂંટણીમાં ભાજપના રાધવજી પટેલ બેઠક પરત મેળવી હતી. આમ હાલ પાંચ પૈકી 3 ભાજપ પાસે અને 2 કોંગ્રેસ બેઠક છે.

જામનગરની પાંચેય બેઠકના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે.

ગુજરાત ઇલેકશન 2022 : 2022ની ચૂંટણીમાં બેઠક કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ બંને મેદાને પડયા છે. તો આમ આદમી પાર્ટી પણ સામાન્ય લોકો વચ્ચે રહીને ચૂંટણીમાં પોતાની તાકાત દેખાવવા મેદાનમાં ઉતર્યુ છે. જામનગરની પાંચેય બેઠકના ઉમેદવાર ભાજપે જાહેર કર્યા છે. જેમાં ગ્રામ્ય બેઠકમાં ભાજપે મહારથીઓને મેદાને ઉતારવાનુ નકકી કર્યુ છે. ગ્રામ્યની ત્રણેય બેઠક પર પૂર્વ ધારાસભ્યોની પસંદગી કરી છે. જેમાંથી બે પુર્વ કૃષિમંત્રી એટલે મોટા નેતાને ચૂંટણીના અખાડામાં ઉતાર્યા. તો શહેરમાં મતદારો ભાજપ તરફી માનવામાં આવે છે. તો અંહી બંને બેઠક પર યુવા શિક્ષિત સ્વચ્છ છબી ધરાવતા નવા ચહેરાને ટીકીટ આપી છે. જામનગરની દક્ષિણ બેઠક પર દિવ્યેશ અકબરી જે આર.સી.ફળદુના વિશ્વાસુ અને પાટીદાર યુવા નેતા છે. જામનગરની ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજાને સેલિબ્રિટી યુવા શિક્ષિત મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. આમ અનુભવી મહારથી મોટા નેતાઓને ગ્રામ્ય બેઠકોમાં અને યુવાન, શિક્ષિત અને નવા ચહેરાઓને પસંદગી કરી છે.

જામનગર જીલ્લાની કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસ દ્રારા મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરના કાલાવડ બેઠક પર પ્રવિણ મુછડીયા અને જામજોધપુર બેઠક પર ચિરાગ કાલરીયાને ફરી તક આપી છે. શહેરમાં બંન્ને સીટ ખૈલાડીઓને તક આપી છે. જામનગર ઉત્તર બેઠક પર બીપેન્દ્રસિંહ જાડેજાને તક આપી છે. જે પક્ષના જુના કાર્યકર છે. શહેરી વિસ્તારમાં વર્ષોથી વિવિધ સંસ્થાઓ અને કોંગ્રેસમાં સક્રિય છે. દક્ષિણ બેઠક પર મનોજ કથિરીયાની પસંદગી છે. જે કોંગ્રેસમાં સક્રિય નથી. પરંતુ પાટીદાર અગ્રણી છે. જામનગર ગ્રામ્ય બેઠક પર રાધવજી પટેલ સામે જીવણ કુંભરવડીયાને ઉમેદવાર કોંગ્રેસે મૈદાને ઉતાર્યા છે.

જામનગર જીલ્લામાં આપના ઉમેદવાર

ચૂંટણી હર વખતે ભાજપ-અને કોંગ્રેસ વચ્ચે આમને-સામનેની લડાઈ હોય છે. પરંતુ આવખતે ત્રીજો પક્ષ આમઆદમી પાર્ટી પણ મૈદાને છે. આમ આદમી પાર્ટીએ પોતાના પાંચેય ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં જામનગરની ઉત્તર બેઠક પર કરશન કરમુર ભાજપમાંથી આવેલા છે. પુર્વ ડેપ્યુટી મેયર અને આહિર સમાજના અગ્રણી છે. જામજોધપુર બેઠક પર પુર્વ ધારાસભ્યના પુત્ર હેમંત હરદાસ ખવાને આપે ટીકીટ આપી હતી. જામનગર ગ્રામ્ય બેઠકમાં રાધવજી પટેલ સામે પ્રકાશ દોંગાને આપ પાર્ટીએ પસંદ કર્યા છે. કાલાવડમાં ડો. જીગ્નેશ સોલંકી અને જામનગર દક્ષિણમાં સ્થાનિક સક્રિય યુવા ચહેરો તરીકે વિશાલ ત્યાગીને ટીકીટ આપી છે. આપ પાર્ટીના તમામ ઉમેદવાર શિક્ષિત અને સ્થાનિક અગ્રણી છે. ચૂંટણીનુ પરીણામ જે આવે તે પાંચેય બેઠક પર ભાજપ-કોંગ્રેસે આપનો સામનો જરૂર કરવો પડશે. કેજરીવાલની ગેંરટીઓ, મધ્ય ગરીબ વર્ગના મુદાઓને લઈને લોકો વચ્ચે રહીને ઉમેદવાર કેટલાક સમયથી કવાયત શરૂ કરી દીધી છે. જે ભાજપ- કોંગ્રેસ બંનેને પડકારશે.

જામનગર જીલ્લામા જ્ઞાતિના સમિકરણો

જામનગરની તમામ બેઠકો પણ ભાજપ-કોંગ્રેસે એક જ્ઞાતિના ઉમેદવારો મેદાને મુકયા છે. જામનગર કાલાવડની બેઠક અનામત છે. તેથી અનુસુચિત જ્ઞાતિના ઉમેદવાર ત્રણેય પક્ષમાંથી છે. જામનગરની જામજોધપુર બેઠક પર ચિરાગ કાલરીયા સામે ચીમન સાપરીયા મેદાને છે. બંન્ને પાટીદાર નેતા છે. તો આ બેઠક પર પાટીદાર અને આહિર મતદારોનુ વર્ચસ્વ છે. જો પાટીદાર મતદારોનુ વિભાજન થાય તો આપ પાટીને ફાયદો મળી શકે. પાટીદારો કોઈ એક તરફ રહે તો ભાજપ કે કોંગ્રેસ સીટ મેળવી શકે. જામનગર દક્ષિણની બેઠકમાં ભાજપના યુવા પાટીદાર દિવ્યેશ અકબરીના સામે પાટીદાર અગ્રણી અને ઉધોગપતિ મનોજ કથિરીયાને કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે.

ભાજપના મોટા મહારથી રાધવજી પટેલ રીપીટ કર્યા

આ બેઠક પર પાટીદારો નિર્ણાયક રહે છે. જામનગરની ઉત્તર બેઠક પર સેલિબ્રિટી યુવા શિક્ષિત મહિલા રીવાબા રવિન્દ્ર જાડેજાને તક આપી છે. સામે રાજપુત સમાજના અગ્રણી વેપારી આગેવાન કોંગ્રેસના સક્રિય કાર્યકર બીપેન્દ્ર જાડેજાને તક આપી છે. બંન્ને રાજપુત ઉમેદવારની સામે આપના કરશન કરશન પણ બેઠક કબ્જે કરવા પોતાનુ જોર લગાવશે. જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે જીવણ કુંભરવડીયાને જાહેર કર્યા ભાજપના મોટા મહારથી રાધવજી પટેલ રીપીટ કર્યા છે. જેની સામે આપ પાર્ટીના પ્રકાશ દોંગા જે પાટીદાર અગ્રણી છે.

કોંગ્રેસે જીવણ કુંભરવડીયાને ટીકીટ આપતા કોંગ્રેસમાંથી છેડો ફાડીને કાસમ ખફીએ બસમાંથી ચૂંટણીના મૈદાનમાં જંપલાવ્યુ છે. જે ભાજપ અને કોંગ્રેસને પડકારશે. ભાજપે પાંચ માંથી ત્રણ બેઠક પર પાટીદારોને સ્થાન આપ્યુ છે. એક બેઠક અનામત છે. અન્ય એક બેઠક પર સેલિબ્રિટી નવા ચહેરાને રાજુપત સમાજને ટીકીટ આપી છે. કોંગ્રેસ અનામત સિવાયની ત્રણ બેઠક જાહેર કરી છે જેમાં 2 પાટીદાર અને 1 રાજપુત સમાજને ટીકીટ આપી છે. હાલ તો ભાજપ અને કોંગ્રેસ તમામ બેઠક પર જીતના દાવા કરે છે. તો આપ પાર્ટી પણ મૈદાનમાં તેના ખૈલાડીઓને ઉતારીને ભાજપ –કોંગ્રેસના ગણિત બગાડી શકે છે.

Published On - 3:37 pm, Tue, 15 November 22