Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોએ મતદાન કર્યું, જામકંડોરણામાં જયેશ રાદડીયા, મોરબીમાં કાંતિ અમૃતિયા અને અમરેલીમાં હીરા સોલંકીએ મતદાન કર્યું

|

Dec 01, 2022 | 9:58 AM

Gujarat Election 2022: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.

Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોએ મતદાન કર્યું, જામકંડોરણામાં જયેશ રાદડીયા, મોરબીમાં કાંતિ અમૃતિયા અને અમરેલીમાં હીરા સોલંકીએ મતદાન કર્યું
Gujarat Election 2022

Follow us on

Gujarat Election 2022:  રાજયમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. અને, મતદારો ધીરેધીરે મતદાનમથક તરફ આવી રહ્યા છે. નેતાઓ સહિત સામાન્ય જનતામાં મતદાનને લઇને ઉત્સાહનો માહોલ છે. રાજકોટ જિલ્લાના જામ કંડોરણાના મતદાન મથક પર જયેશ રાદડીયાએ મતદાન કર્યું છે. જયેશ રાદડીયાએ પોતાના કાર્યકર્તાઓ સાથે મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા દરમિયાન તેમણે ટીવી9 સાથે તેમણે વિશેષ ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગત વરસે તેમણે જેતપુર બેઠક પરથી જંગી મતોથી જીત મેળવી હતી. અને આ વખતે પણ તેઓ જંગી મતોથી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ મતદાન કર્યું

મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ મતદાન કર્યું છે. તેઓ સવારે પોતાના સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. અને લોકશાહીના પર્વને વધાવ્યો હતો. તેમણે લોકોને મતદાનની અપીલ કરી છે. તેમણે કહ્યું કે- આ વખતે તેઓ નહીં પણ મતદારો પોતે ચૂંટણી લડી રહ્યા છે. મોરબીમાં ચૂંટણીના માહોલ અંગે પૂછતાં તેમણે કહ્યું કે- મોરબીમાં ચૂંટણીનો આવો માહોલ તેમણે જિંદગીમાં પહેલીવાર જોયો છે. મોરબીના લોકો તેમને મુખ્યપ્રધાન કહેતા હોવાને લઈ તેમણે કહ્યું કે- મતદારો ભલે તેમને મુખ્યપ્રધાન કહે પણ, વડાપ્રધાન જેના ભાઈ હોય તેને મુખ્યપ્રધાન બનવાનો વિચાર ન કરાય.

 

અમરેલી ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ મતદાન કર્યું

અમરેલીના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ પણ વહેલી સવારે મતદાન કર્યું હતું. ભાજપ ઉમેદવાર હીરા સોલંકીએ પરિવાર સાથે જાફરાબાદમાં મતદાન મથક પર મતદાન કર્યું હતું. હાલ રાજુલા-જાફરાબાદ વિધાનસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.

જાણો આજની ચૂંટણીના તમામ તથ્યો

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. 39 રાજકીય પક્ષો વચ્ચે ટક્કર. 25 હજાર 430 મતદાન મથકોમાં 2 કરોડ 39 લાખથી વધુ નાગરિકો મતદાન કરશે. કુલ 34 હજાર 324 EVM અને 38 હજાર 749 VVPAT મશીનોનો કરાશે ઉપયોગ.

પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમોના નોકરીયાતો-કામદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે..મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ કરી જાહેરાત. કહ્યું, કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

Next Article