કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની બીજી યાદીમાં મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે ખાસ તો કોંગ્રેસે ભાજપની જેમ જ કોઈ જોખમ ન લેતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પોતાના ધારાસભ્યોને જ જવાબદારી સોંપી છે કે તેઓ પોતાની સત્તા સાચવી રાખે. કોંગ્રેસની બંને યાદી મળી કોંગ્રેસે 89 નામો જાહેર થઈ ગયા છે. આ યાદી જાહેર થતા જ લલિત વસોયા સાથએ જોડાયેલી અટકળોનો અંત આવ્યો છે. લલિત વસોયા અવાર નવાર ભાજપના મિત્રો અને નેતાઓ સાથે જોવા મળતા હતા ત્યારે એવી ચર્ચા ચરમસીમાએ પહોંચી હતી કે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ગમે ત્યારે ભાજપ સાથે જોડાઈ શકે છે જોકે તેમણે કોંગ્રેસનો હાથ પકડી રાખ્યો છે.
કોંગ્રેસ મોડી રાત્રે યાદી જાહેર કરતા જ કેટલીક અટકળોનો અંત આવ્યો હતો. જેમ કે ધોરાજીથી લલિત વસોયા ભાજપ જોડાશે ….તેવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ કોંગ્રેસ તેમનું જાહેર કરતા આ અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતુ
તો બીજી તરફ કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું છે. કોંગ્રેસે ડેડીયાપાડા બેઠક પર જેરમાબેન વસાવા અને અને ઝઘડીયા બેઠક પરથી ફતેહસિંહ વસાવાને ઉેદવાર જાહેર કરીને કોંગ્રેસ બીટીપીના ગઢબંધનની અટકળો બંધ કરી દીધી હતી. નોંધનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોગ્રેસ અને બીટીપીનું ગઠબંધન થયું હતું.
કોંગ્રેસે સૌરાષ્ટ્રની બેઠક ઉપર સૌરાષ્ટ્રના તમામ 17 ધારાસભ્યોને કોંગ્રેસે રિપીટ કર્યા છે તો દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યો પૈકી 4 ને રિપીટ કરાયા છે.
કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી#GujaratElection2022 #GujaratElections #Gujarat #Congress #TV9News pic.twitter.com/8r0IWpH2Qk
— Tv9 Gujarati (@tv9gujarati) November 10, 2022
કોંગ્રેસે જાહેર કરેલી બીજી યાદીની વિગતો જોઈએ તો કોંગ્રેસ 4 લઘુમતી કોમના ઉમેદવારને ટિકિટ આપી છે અને અબડાસા, વાંકાનેર, વાગરા અને સુરત પૂર્વમાં મુસ્લિમને ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.અબડાસામાં મમદભાઈ જુંગ વાંકાનેરમાં ધારાસભ્ય મોહમ્મ્દ જાવેદ પીરઝાદાને રિપીટ કરાયા છે તો વાગરાથી સુલેમાન પટેલ અને સુરત પૂર્વથી અસલમ સાયકલવાલાને મેદાન ઉતાર્યા છે. કોંગ્રેસે કુલ 21 ધારાસભ્યો રિપીટ કર્યા છે કોંગ્રેસની આ યાદીમાં 12 પાટીદારોનો સમાવેશ થાય છે અને જ્ઞાતિ જાતિના સમીકણો આ પ્રમાણે છે
12 પાટીદાર ઉમેદવાર
4 મુસ્લિમ ઉમેદવાર
6 કોળી ઉમેદવાર
3 કોળી પટેલ ઉમેદવાર
3 દલિત ઉમેદવાર
7 આદિવાસી ઉમેદવાર
2 બ્રાહ્મણ ઉમેદવાર
1 જૈન ઉમેદવાર
3 ક્ષત્રિય ઉમેદવાર
3 આહીર ઉમેદવાર
1 OBC ઉમેદવાર
1 મરાઠી ઉમેદવાર
કોંગ્રેસ પણ ભાજપની જેમ જ કેટલીક બેઠકો પર હજી નામ જાહેર કર્યા નથી, ત્યારે એવું લાગે છે કે ભાજપ કોંગ્રેસ અને આમ કેટલીક મહત્વની બેઠકો પરની બંધ બાજી ખોલી નથી રહ્યા અને કદાચ રાહ જોઈ રહ્યા છે કે કયો પક્ષ બાકીની બેઠક પર કયા મહત્વના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે છે. હાલાં તો કોંગ્રેસ જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકીને લઈ કોંગ્રેસ અસમંજસની સ્થિતિમાં છે તેમજ રાપરના ધારાસભ્ય સંતોકબેન એરઠીયાને લઈ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તેમજ કેટલીક બેઠકોના ઉમેદવારના નામ જાહેર નથી કરવામાં આવ્યા. જે બેઠકોના પર નામ જાહેર નથી કરવામાં આવ્યા તેની યાદી આ મુજબ છે.
Published On - 7:44 am, Fri, 11 November 22