Gujarat Election 2022: અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પ્રચારના કર્યા શુભારંભ, રિક્ષા ચાલકો સાથે કર્યું ભોજન

|

Oct 23, 2022 | 10:03 AM

અમરેલીમાં પરેશ ધાનાણીના  (Paresh dhanani) પોસ્ટર વિવિધ રીક્ષાઓ ઉપર લગાાવવામાં આવ્યા હતા. જેમાં તેઓ ભાજપ સરકારને શાબ્દિક ચાબખા મારતા હોય તેમ વિવિધ સ્લોગન દ્વારા ભાજપને સવાલો કરવામાં આવ્યા છે અને ભાજપના પોસ્ટર લાગેલા હોય તેવી રિક્ષા ઉપર કોંગ્રેસના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. 

Gujarat Election 2022: અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પ્રચારના કર્યા શુભારંભ, રિક્ષા ચાલકો સાથે કર્યું ભોજન
અમરેલીમાં પરેશ ધાનાણીએ શરૂ કર્યો પ્રચાર

Follow us on

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી  Gujarat vidhan sbaha election આંગણે આવીને ઉબી છે ત્યારે વિવિધ પક્ષો હવે સક્રિય બની ગયા છે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે. ત્યારે અમરેલીના (Amreli) ધારાસભ્ય પરેશ ધાનાણીએ સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election) પડઘમ વાગી ચૂક્યા છે. દરેક રાજકીય પાર્ટી (Political party) પ્રાચર થકી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહી છે. મત વિસ્તારમાં ક્યારે ગાડીઓમાં પણ ન જોવા મળતા નેતાઓ પદયાત્રા કરી ગામોમાં પહોંચી રહ્યા છે. તો સ્થાનિક નેતાઓ પણ પોતાના મતદારો ગુમાવવા માંગતા ન હોય તેમ જિલ્લા સ્તરે પ્રચાર શરૂ કર્યો છે.

અમરેલીની સેંકડો ઓટો રિક્ષામાં લગાવ્યા પોસ્ટર

અમરેલીમાં પરેશ ધાનાણીના  (Paresh dhanani) પોસ્ટર વિવિધ રીક્ષાઓ ઉપર લગાાવવામાં આવ્યા હતા. જેમાં તેઓ ભાજપ સરકારને શાબ્દિક ચાબખા મારતા હોય તેમ વિવિધ સ્લોગન દ્વારા ભાજપને સવાલો કરવામાં આવ્યા છે. અને ભાજપના પોસ્ટર લાગેલા હોય તેવી રિક્ષા ઉપર કોંગ્રેસના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે.   તો અમરેલી શહેર ઓટો રિક્ષા એસોસિએશન માટે સ્નેહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરેશ ધાનાણીએ રિક્ષાચાલકો સાથે ભોજન લીધું હતું.  પરેશ ધાનાણી, ગુજરાત ના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અને દરેક ઉમેદવારે કમર કસી છે. ગુજરાત ની અમરેલી સીટ પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી માં પરેશ ધાનાણી એ જીત મેળવી હતી.

પરેશ ધાનાણીએ રિક્ષા ચાલકો માટે આયોજિત કર્યું સ્નેહભોજન

 

કોન્ડોમ અસ્તિત્વમાં આવતા પહેલા લોકો કેવી રીતે ગર્ભાવસ્થા અટકાવતા હતા?
ઘરમાં ચામાચીડિયાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર

વિધાનસભાની ચૂંટણીને લઈ અમરેલીના ધારીમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ-કૉંગ્રેસના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે.  અમરેલી જિલ્લામાં ધારી, અમરેલી  , રાજુસા બેઠકો કોંગ્રેસના  ગઢ સમાન ગણાય છે ત્યારે આ તમામ બેઠકો પર  સત્તાના સમીકરણો બદલાયા છે. એક તરફ ભાજપ 182ના લક્ષ્યાંકને પાર પાડવા મથામણ કરી રહ્યું છે, તો કોંગ્રેસ 2017ના પરિણામોનું પુનરાવર્તન કરવા.  માગે છે અને આ વખતે તો   ગુજરાતમાં   આમ આદમી પાર્ટીનો (Aam Admi party)  પણ પગપેસારો જોવા મળી રહ્યો છે, ત્યારે 2022ની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામે તેવી શક્યતા છે.

 

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણી અમરેલી બેઠક પર ચૂંટાયા અને જાન્યુઆરી 2010માં તેમને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નીમવામાં આવ્યા. એ ચૂંટણીમાં 42 વર્ષના ધાનાણીએ ભાજપના બાવકુ ઉંધાડને લગભગ 12 હજાર મતોથી હરાવ્યા હતા અને તેઓ ત્રીજી વખત વિધાનસભામાં ચૂંટાયા હતા.

Published On - 10:01 am, Sun, 23 October 22