Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનું નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન, ઉત્તર ઝોનની બેઠકો માટે ખાસ વિચાર વિર્મશ

|

Oct 24, 2022 | 1:37 PM

બેઠક દરમિયાન તેઓ 8 જિલ્લાના 350 જેટલા મહત્વના હોદ્દેદારોને માર્ગદર્શન આપશે. તેઓ ઉત્તર ગુજરાતના ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક દરમિયાન વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તારપૂર્વક વિચાર વિમર્શ થશે.

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહનું નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન, ઉત્તર ઝોનની બેઠકો માટે ખાસ વિચાર વિર્મશ
પાલનપુરમાં અમિત શાહની બેઠક

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી  (Gujarat Assembly Elections) જીતવા તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે જો કે ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ માટે ભાજપના  (BJP) ચૂંટણી રથને રોકવા એ કોઈ પડકારથી ઓછું નથી ત્યારે ભાજપની જીતને જાળવી રાખવા ખુદ ગૃહપ્રધાન અમિત શાહે મોરચો સંભાળ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહ મધ્ય ઝોનની બેઠક પર વિચારવિમર્શ કર્યા બાદ આજે ઉત્તર ઝોન (Uttar zone) અને કચ્છ જિલ્લાની બેઠકો પર મંથન કરશે.

અમિત શાહે આજે બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે છે જયા તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ  સી.આર. પાટીલ બેઠકમાં હાજર રહ્યા છે.  તેઓ  મોરિયા મેડિકલ કૉલેજમાં બેઠકો કરશે. આ બેઠકો બપોરે 3 વાગ્યા સુધી કે તેથી વધુ સમય ચાલે તેવી  શકયતા છે   બેઠક દરમિયાન તેઓ 8 જિલ્લાના 350 જેટલા મહત્વના હોદ્દેદારોને માર્ગદર્શન આપશે. તેઓ ઉત્તર ગુજરાતના ભાજપના સાંસદ, ધારાસભ્યો, પ્રમુખ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિસ્તારપૂર્વક વિચાર વિમર્શ થશે.

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ઉત્તર ઝોનમાં 32 બેઠક માંથી 14 બેઠક ભાજપ પાસે જ્યારે 18 બેઠક કોંગ્રેસ પાસે છે. અમદાવાદ ની 21 બેઠક માં 15 ભાજપ જ્યારે 6 બેઠક કોંગ્રેસ પાસે કચ્છ 6 બેઠક માંથી 5 ભાજપ પાસે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે.

ઉત્તર ગુજરાતમાં કુલ  6  જિલ્લા બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર છે  અને કુલ 32 બેઠકો છે.  જેમાં ભાજપની 14 અને કોંગ્રેસની  18 બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં  બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો ત્યાં બાજપની 2 અને  કોંગ્રેસની  7 બેઠકો છે જ્યારે  પાટણ વિધાનસભા બેઠક પર  કોંગ્રેસની  3 અને ભાજપની માત્ર 1 જ બેઠક છે.  જ્યારે ભાજપનો ગઢ ગણાતા મહેસાણામાં ભાજપની  6 અને કોંગ્રેસની ફક્ત 1 જ સીટ  છે પેટા  ચૂંટણી દરમિયાન  આશા પટેલ બાજપ જોડાતા કોંગ્રેસન 1 બેઠકનું નુકસાન થયું હતું.

જોકે આશા પટેલના અવસાન બાદ આ બેઠક પણ  ખાલી છે. તો  સાબરકાંઠામાં કોંગ્રેસની  3 બેઠક છે અને ભાજપના એક પણ ઉમેદવાર અહીં પ્રતિનિધિત્વ નથઈ કરી રહ્યા. થોડા સમય પહેલા ભિલોડા બેઠક પરના ધારાસભ્ય અનિલ જોષિયારાનું અવસાન થતા હાલમાં ભિલોડાની બેઠક ખાલી છે. તો ગાંધીનગરમાં  ભાજપની 2 અને  કોંગ્રેસની  3 બેઠકો છે.  આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખતા વરિષ્ઠ નેતૃત્વ વચ્ચે બેઠક ફાળવણી માટે વિચાર વિર્મશ થશે.  આગામી ચૂંટણી  માટે ઉમેદવારોની પસંદગી કરવાનો પાયો આજની બેઠકમાં નંખાઈ શકે છે. ઉત્તર ગુજરાતની  રાજકીય પરિસ્થિતિને   ધ્યાનમાં રાખતા

 

Published On - 1:32 pm, Mon, 24 October 22

Next Article