Gujarat Election 2022: અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, કહ્યું આ બેઠક ઉપર કોઈ વિરોધ નથી

અલ્પેશ ઠાકોરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું મારા તમામ કાર્યકર્તાઓને નમન કરૂ છું અને  તેમણે જણાવ્યું હતું કે આજથી 27 વર્ષ પહેલા  ગુજરાતમાં અલગ પરિસ્થિતિ હતી.  જગ્ગ્નાથ ભગવાનની રથાત્રા નીકળે ત્યારે સલામતી નહોતી અને ભાઈ રાજ ચાલતું હતું.

Gujarat Election 2022: અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, કહ્યું આ બેઠક ઉપર કોઈ વિરોધ નથી
અલ્પેશ ઠાકોરે ઉમેદવારી પત્ર ભરતા પહેલા કર્યું શક્તિ પ્રદર્શન
| Edited By: | Updated on: Nov 17, 2022 | 1:05 PM

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે  અલ્પેશ ઠાકોર સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ  સૌ પ્રથમ મંદિરે દર્શન કરવા માટે  ગયા હતા અને રેલી યોજીને  શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.   મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન રેલીને સંબોધતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કમળ જ જીતે છે.  તેમજ તેમણે ભાજપ સરકારના  વિકાસકાર્યોને  ગણાવતા  ભાજપના કાર્યકર્તાઓના કામની પ્રશંસા કરી હતી.

તો અલ્પેશ ઠાકોરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું મારા તમામ કાર્યકર્તાઓને નમન કરૂ છું અને  તેમણે જણાવ્યું હતું કે આજથી 27 વર્ષ પહેલા  ગુજરાતમાં અલગ પરિસ્થિતિ હતી.  જગ્ગ્નાથ ભગવાનની રથાત્રા નીકળે ત્યારે સલામતી નહોતી અને ભાઈ રાજ ચાલતું હતું. આજનું  ગુજરાત અલગ છે તેમ કહેતા તેમણે ભાજપ સરકારના કાર્યોનો ચિતાર આપ્યો હતો.

 

ગુજરાત ચૂંટણી 2022 ચોથી યાદીમાં અલ્પેશ ઠાકોરનું નામ થયું  હતું જાહેર

ગુજરાતના ભાજપે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી  તેમાં ભાજપે  12 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.. જેમાં  ભાજપે રાધનપુરથી લવિંગજી ઠાકોર, પાટણથી રાજુલ દેસાઈ, હિંમતનગરથી વી.ડી. ઝાલા, ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, કલોલથી બકાજી ઠાકોર, વટવાથી બાબુસિંહ જાધવ, પેટલાદથી કમલેશ પટેલ, મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ, ઝાલોદથી મહેશ ભૂરિયા, પાવી જેતપુરથી જયંતિ રાઠવા અને સયાજીગંજથી વડોદરાના મેયર કેયુર રોકડિયાને ટિકિટ  ફાળવી  હતી. તે અગાઉ ગાંધીનગર દક્ષિણ બેઠક માટે તેમજ રાધનપુર બેઠક પૈકી કઈ બેઠક અલ્પેશ ઠાકોરને આપવી તે અંગે  ભારે મથામણ ચાલી હતી. ત્યાર  બાદ અલ્પેશ ઠાકોરનું નામ ગાંધીનગર દક્ષિણ બેઠક માટે નક્કી કરવામાં આવ્યું હતું.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 1:04 pm, Thu, 17 November 22