Gujarat Election 2022: AAP દ્વારા 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર, વાંચો કોને ક્યાંથી મળી ટિકીટ?

|

Oct 16, 2022 | 1:28 PM

અમદાવાદની નિકોલ બેઠક પરથી  અશોકભાઈ ગજેરા અને અમદાવાદની  સાબરમતી  બેઠક ઉપરથી  જસવંત ઠાકોરની  પસંદગી કરવામાં આવી છે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 

Gujarat Election 2022:  AAP દ્વારા 12 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર, વાંચો કોને ક્યાંથી મળી ટિકીટ?
ગોપાલ ઇટાલિયાએ જાહેર કરી નવા ઉમેદવારોની યાદી

Follow us on

આમ આદમી પાર્ટીના  (AAP) વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.  આમ આદમી પાર્ટીની આ પાંચમી યાદી છે અને  તેમાં સુરત, અમદાવાદ,  (Ahmedabad) ભૂજ, ઇડર, ટંકારા સહિતની કેટલીક બેઠક માટેના  નામ જાહેર કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં  (Gujarat vidhan sabah election 2022) હવે ચૂંટણી આંગણે આવીને ઉભી છે ત્યારે  જ્યના અલગ અલગ વિધાનસભા બેઠકો ઉપરથી આજે બાર જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા અલગ અલગ ક્ષેત્રના લોકોના આમ આદમી પાર્ટીમાં જોડીને તેમને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. નવા વિચાર સાથે અમારી પાર્ટી સામાન્યમાં સામાન્ય માણસને વિધાનસભામાં પહોંચવા માટેની તક આપી રહી છે.વ્યારા વિધાનસભા બેઠક પરથી બીપીનભાઈ ચૌધરીને જાહેર કરાયા છે.

પત્રકાર પરિષદ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે  અત્યાર સુધીમાં 41 ઉમેદવાર જાહેર ચુક્યા છે. આજે કુલ 12 જેટલો ઉમેદવારોના નામ જાહેર થયા છે. રાજ્યભરની અલગ અલગ વિધાનસભાના અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના નામ જાહેર કર્યા છે . તેમણે વધુમાં ઉમેર્યું હતું કે  અમારી પાર્ટી આ પ્રકારની નવી રાજનીતિ કરી રહી છે પહેલા માત્ર ચૂંટણીના થોડા દિવસ પૂર્વે જ ઉમેદવારોના નામ જાહેર થતા હતા પરંતુ અમે પહેલાથી જ નામ જાહેર કરી દઈએ છે. જેથી કરીને મતદાર અને ઉમેદવારો વચ્ચે યોગ્ય સમન્વય જળવાઈ શકે અને આ પ્રથા જે છે તે આમ આદમી પાર્ટી જ શરૂ કરી રહી છે.

અમદાવાદની નિકોલ બેઠક પરથી  અશોકભાઈ ગજેરા અને અમદાવાદની  સાબરમતી  બેઠક ઉપરથી  જસવંત ઠાકોરની  પસંદગી કરવામાં આવી છે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને નામની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 53 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

નવા 12 ઉમેદવારોની યાદી  જાહેર

  1. ભુજ – રાજેશભાઇ પંડોરીયા
  2. ઇડર – જ્યંતી ભાઈ પ્રણામી
  3. અમદાવાદ નિકોલ – અશોકભાઈ ગજેરા.
  4. અમદાવાદ સાબરમતી – જસવંત ઠાકોર
  5. ટંકારા – સંજય ભટાસણા
  6. કોડિનાર – વાલજી મકવાણા
  7. બાલાસિનોર – ઉદેયસિંહ ચૌહાણ
  8. મોરવા હડફ – બનાભાઈ ડોમોર
  9. ઝાલોદ – અનિલ ગરાસિયા
  10. ડેડિયાપાડા – ચૈતર વસાવા
  11. વ્યારા – બિપિન ચૌધરી
  12. મહુધા – રવજી વાઘેલા

 

Published On - 1:26 pm, Sun, 16 October 22

Next Article