Gujarat Election 2022 : જામનગર દક્ષિણ બેઠક માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો, ભાજપ રિપીટ થીયરી અપનાવે તેવી શક્યતા

|

Oct 28, 2022 | 2:24 PM

જામનગર ગ્રામ્ય બેઠકની પણ આજે જ સેન્સ લેવાઈ રહી છે ત્યારે આ બેઠક પરથી  હાલના કૃષિપ્રધાન   રાઘવજી પટેલ ધારાસભ્ય છે  તો કાલાવડ બેઠક  અનુસૂચિત સમાજ માટે અનામત છે અને આ બેઠક ઉપર હાલ કોંગ્રેસના પ્રવીણ મુસડિયા ધારાસભ્ય છે.

Gujarat Election 2022 : જામનગર દક્ષિણ બેઠક માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો, ભાજપ રિપીટ થીયરી અપનાવે તેવી શક્યતા
જામનગરમાં બીજેપીની સેન્સ લેવાની પ્રક્રિયા

Follow us on

જામનગર શહેરની બે બેઠકો માટે ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે.  જેમાં બે બેઠક પરથી ભાજપની  સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં જામનગર ઉત્તરમાં 6 અને દક્ષિણ બેઠકમાં 19 દાવેદારોએ  પોતાની માંગણી મૂકી છે.  ઉત્તર બેઠક પરથી પાંચ દાવેદારો નોંધાયા હતા. જેમાં છેલ્લી બે ટર્મથી જીત મેળવનાર ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય રહ્યા છે અને ફરીથી તેમણે આ બેઠક ઉપર દાવેદારી કરી છે. એવામાં પ્રબળ શક્યતા છે કે ભાજપ ધર્મેન્દ્રસિંહ જાડેજાને ફરી રીપીટ કરશે. જો કે આ બેઠક પર જીલ્લા પંચાયતના સભ્ય લખધીરસિંહ જાડેજા સહિત અન્ય 4 કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે.

જામનગર ગ્રામ્ય બેઠકની પણ આજે જ સેન્સ લેવાઈ રહી છે ત્યારે આ બેઠક પરથી  હાલના કૃષિપ્રધાન   રાઘવજી પટેલ ધારાસભ્ય છે  તો કાલાવડ બેઠક  અનુસૂચિત સમાજ માટે અનામત છે અને આ બેઠક ઉપર હાલ કોંગ્રેસના પ્રવીણ મુસડિયા ધારાસભ્ય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

નિરીક્ષકો ઉમેદવારોની સેન્સ લીધી હતી.  મહત્વનું છે કે હાલ બંને બેઠકો પર ભાજપનો કબજો છે, દક્ષિણ બેઠક પર પૂર્વ ભાજપ અધ્યક્ષ આર. સી. ફળદુ છે. ત્યારે પાંચ મહિલાઓ સહિત 20થી વધુ કાર્યકરોની દાવેદારી સામે આવી છે.

જામનગર દક્ષિણ બેઠક ઉપર ઉમેદવારોનો રાફડો ફાટ્યો

જામનગર દક્ષિણ બેઠક

દક્ષિણ જામનગરની બેઠક ઉપરથી 19 લોકોએ દાવેદારી નોંધાવી છે જેમાં દક્ષિણ બેઠક ઉપરથી  આર.સી. ફળદુ વર્મતાન ધારાસભ્ય છે તેમના ઉપરાંત  જીતુ લાલ, શેતલબેન શેઠ, ગીરીશ અમેઠીયા,પ્રકાશ બાંભણીયા, ગોપાલ સોરઠીયા,મંજુલાબેન હિરપરા, પ્રીતિબેન શુક્લા, ડિમ્પલ રાવલ, મનિષાબેન મહેતા, હસમુખ પેઢડીયા, હર્ષાબેન રાવલ, સહિતના 19 દાવેદારોએ નોંધાવી છે જોકે એવી પણ શકયતા છે કે 19 દાવેદારોને પડતા મૂકીને  નવા ચહેરાને  પણ સ્થાન આપવામાં આવી શકે છે.

જામનગર ગ્રામ્યની પણ લેવાશે સેન્સ

જામનગર ગ્રામ્ય બેઠકની પણ આજે જ સેન્સ લેવાશે.આ બેઠક પરથી  હાલના કૃષિપ્રધાન  રાઘવજી પટેલ ધારાસભ્ય છે  તો કાલાવડ બેઠક  અનુસૂચિત સમાજ માટે અનામત છે અને આ બેઠક ઉપર હાલ કોંગ્રેસના પ્રવીણ મુસડિયા ધારાસભ્ય છે.

 

 

Next Article