Gujarat Election 2022 : વર્ષ 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી, 2022માં આ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસ વિશેષ કાળજી રાખી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. 2017માં જીતથી માત્ર 12 બેઠકો દૂર રહેલી કોંગ્રેસ 2022માં કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી. કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ સારી રીતે જાણે છે કે 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી છે.2017માં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનું કામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ કર્યું છે
Gujarat Election Congress
Follow us on
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. 2017માં જીતથી માત્ર 12 બેઠકો દૂર રહેલી કોંગ્રેસ 2022માં કોઈ ભૂલ કરવા ઈચ્છતી નથી. કારણ કે કોંગ્રેસના નેતાઓ પણ સારી રીતે જાણે છે કે 2017માં કોંગ્રેસ કોંગ્રેસના કારણે જ હારી છે.2017માં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવાનું કામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ જ કર્યું છે..ત્યારે 2022માં કોંગ્રેસ આ ભૂલનું પરિવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખી રહ્યું છે. કારણ કે 2017માં 12 સીટો એવી છે જ્યાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી છે.
આ 12 બેઠકોને કારણે કોંગ્રેસ સત્તાથી 12 બેઠકો જ દૂર રહી હતી.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 બેઠકો પર કોંગ્રેસની હાર માટે કોંગ્રેસનો જ હાથ જવાબદાર છે. આ 12 બેઠકોને કારણે કોંગ્રેસ સત્તાથી 12 બેઠકો જ દૂર રહી હતી. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના સહયોગી સાથે મળી કુલ 80 બેઠકો મેળવી શકી.2017માં 12 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી છે.આ 12 બેઠકોમાં બોટાદ, પ્રાંતિજ, મોતર, વાગરા, વિજાપુર, ધોળકા, ગોધરા, ચાણસ્મા, ખેરાલું, લુણાવાડા, મોરવા હડફ અને થરાદ બેઠકનો સમાવેશ થાય છે.
સવાલ એ ઉભો થાય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આ 12 બેઠકો ઉપર કોંગ્રેસે જ કોંગ્રેસને કેવી રીતે હરાવી.આ બેઠકો ઉપર કોંગ્રેસના જ આગેવાનોને ટીકીટ ના મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી.કોંગ્રેસના આગેવાનોએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ 12 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો 200 મતથી લઈ 3000 મત સુધીના નજીવા માર્જીનથી હાર્યા છે..જેટલા માર્જીનથી કોંગ્રેસના ઉમેદવારો હાર્યા છે તેના કરતાં ખૂબ વધારે મતો કોંગ્રેસના જ અપક્ષ ઉમેદવારોએ તોડ્યા છે.
-કોંગ્રેસના ઉમેદવાર પરાજ્યાદિત્યસિંહ પરમારને 47093 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા
આ ટીકીટોની ફાળવણી કર્યા બાદ 2017માં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ ના કરી શકવાને કારણે કોંગ્રેસ સત્તાથી દૂર રહી. ત્યારે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ આ બૂલનું પરિવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે. ટીકીટોની ફાળવણી કર્યા બાદ નારાજ નેતાઓ અને આગેવાનોને મનાવવા માટે દિલ્હીથી હાઈકમાન્ડે વિશેષ ટીમને ગુજરાત મોકલી ડેમેજ કન્ટ્રોલ કરવાની કામગીરી સોંપી દીધી છે.દિલ્હીની ટીમને લોકસભા બેઠક દીઠ ડેમેજ કન્ટ્રોલ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.