Banaskantha: કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અંબાજીથી કર્યા, યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી

|

Sep 22, 2022 | 7:52 PM

ગુજરાત કોંગ્રેસ સમિતિ(Congress)  દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ આજે શક્તિપીઠ અંબાજી(Ambaji) મંદિરમાં દર્શન કરીને અંબાજીથી યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી છે.

Banaskantha: કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અંબાજીથી કર્યા, યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી
Gujarat Congress Yuva Parivartan Yatra

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election) થનગનાટ શરુ થઇ ગયો છે.ચૂંટણીનો પ્રચાર પ્રસાર અલગ અલગ પક્ષો મોટા યાત્રાધામના દર્શન કરીને કરતા હોય છે.ત્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિ(Congress)  દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ આજે શક્તિપીઠ અંબાજી(Ambaji) મંદિરમાં દર્શન કરીને અંબાજીથી યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી છે.અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે. જે અંબાજી ખાતે આ પરિવર્તન યાત્રા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરે યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચો તેમજ તાલુકા જિલ્લાના અનેક પાર્ટી પદાધિકારીઓ ઉપસ્થિત રહી આ યુવા પરિવર્તન યાત્રા સફળ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.પ્રથમ તો માં અંબેના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

ત્યાર બાદ વિશાળ સભાને સંબોધન કરવામાં આવ્યુ હતુ. જ્યાં ભાજપા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા..આગામી સમયમાં ભાજપા સરકારને પરીવર્તન કરવા હાંકલ કરાઈ હતી.ત્યાર બાદ યુવા પરીવર્તન યાત્રાને વાજતે ગાજતે સાબરકાંઠા તરફ પ્રયાણ કરાઈ હતી.જોકે આ યાત્રા અંબાજીથી ઉમરગામનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ બીજા ફેજમાં સોમનાથથી સુઈગામ સુધીની યાત્રા યોજાશે.

અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત

યુવાઓને પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ નોકરી અને બેરોજગારી ભથ્થાની વાત લઈ યાત્રા 2100 કિલોમીટર ફરશે. જેમાં રાજ્યમાં ફિક્સ વેતન, ટાટ-ટેટ, એલ આર ડી, સહિતના અનેક આંદોલનો ચાલી રહ્યા છે કે જે સીધી રીતે યુવાઓને અસર કરે છે. સરકારની નીતિઓથી નારાજ યુવાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા યુથ કોંગ્રેસ રાજ્યના 27 જિલ્લાઓને સમાવતી ‘યુવા પરિવર્તન યાત્રા’ શરૂ કરશે. આગામી 22 સપ્ટેમ્બરથી અંબાજી માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં દશેરા એ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે.2100 કિલોમીટર ની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાશે.

Air Coolers : ઉનાળામાં ઠંડી હવા આપશે આ 5 સસ્તા કુલર, કિંમત 5000 રૂપિયાથી ઓછી
કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?

યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે

‘યુવા પરિવર્તન યાત્રા’ અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું કોઈ ને આવ્યું હોય તો તે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરિક્ષાઓમાં ગેરરીતિ, નિમણુંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.

 

 

Published On - 7:51 pm, Thu, 22 September 22