Gujarat Election : ચૂંટણી પહેલા તંત્રનો ધમધમાટ, કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે

|

Sep 26, 2022 | 10:09 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે વહીવટીતંત્ર પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણીપંચના બે સભ્યો આજે રાજકીય પાર્ટી સાથે બેઠક કરશે.

Gujarat Election : ચૂંટણી પહેલા તંત્રનો ધમધમાટ, કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે
Election Commission of india

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election) જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતમાં આવશે.  કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. તો સાથે રાજ્યના તમામ કલેકટરો (Collector) સાથે પણ તેઓ બેઠક કરશે. મહત્વનું છે કે, ચૂંટણીપંચની ગુજરાત (Gujarat) મુલાકાત બાદ, ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

મહત્વનું છે કે, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર  રાજીવકુમાર અને અનુપ ચન્દ્રા આજે ગુજરાત મુલાકાતે છે.2 દિવસ દરમિયાન તેઓ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે.તો ચૂંટણી વ્યવસ્થાને લઈને પણ બેઠક કરશે.

રાજકીય પાર્ટીઓ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections) માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ આ પહેલા બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યુ હતુ. આ દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી. અમદાવાદમાં તેમણે (Ahmedabad) બે દિવસીય ચૂંટણી લક્ષી બેઠક યોજી. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન પણ કર્યું હતુ. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચની આ પહેલી મોટી બેઠક હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે દરેક રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓા પણ ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે.ત્યારે આ બધાની વચ્ચે હવે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે

Published On - 8:13 am, Mon, 26 September 22

Next Article