Gujarat Election 2022 Phase 2 Voting: બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 60 ટકા થયુ મતદાન, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 65.84 ટકા મતદાન

|

Dec 05, 2022 | 8:26 PM

Gujarat assembly election 2022: બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી.

Gujarat Election 2022 Phase 2 Voting: બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 60 ટકા થયુ મતદાન, સૌથી વધુ સાબરકાંઠા જિલ્લામાં 65.84 ટકા મતદાન
Gujarat Election 2022 Phase 2 Voting

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ છે. મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થયો હતો. મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી હતી. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં સાંજે 5 કલાક સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન થયુ છે.

જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન થયુ (5 વાગ્યા સુધીમાં)

  • અમદાવાદ- 52.91 %
  • આણંદ- 59.04 %
  • અરવલ્લી- 60.18 %
  • બનાસકાંઠા- 65.16 %
  • છોટાઉદેપુર- 62.04 %
  • દાહોદ- 55.18 %
  • ગાંધીનગર- 59.14 %
  • ખેડા- 60.83 %
  • મહેસાણા- 61.01 %
  • મહિસાગર- 54.26 %
  • પંચમહાલ- 62.03 %
  • પાટણ -56.90 %
  • સાબરકાંઠા- 65.84 %
  • વડોદરા- 56.75 %

જાણો કઇ બેઠક પર કેટલુ મતદાન થયુ (5 વાગ્યા સુધીમાં)

અમરાઈવાડી – 49.68
અસારવા – 45.40
બાપુનગર – 54.96
દાણીલીમડા – 55.39
દરિયાપુર -47.14
દસક્રોઈ -64.44
ધંધુકા – 54.13
ધોળકા -57.00
એલિસબ્રીજ – 53.54
ઘાટલોડિયા – 55.04
જમાલપુર ખાડીયા -53.11
મણિનગર – 53.08
નારણપુરા – 56.53
નરોડા – 45.25
નિકોલ – 54.28
સાબરમતિ – 49.16
સાણંદ – 58.33
ઠક્કરબપા નગ- 49.36
વટવા – 52.54
વેજલપુર – 50.23
વિરમગામ – 60.31

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉપરોક્ત આંકડા વોટર ટર્ન આઉટ એપ ઉપરથી લીધેલા છે જેની નોંધ લેશો

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન થયું. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા હતા. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થયો. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવ્યો. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ પર રહ્યા હતા.

Published On - 6:01 pm, Mon, 5 December 22

Next Article