Gujarat Assembly Election 2022 : ત્રણ દિવસ પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો, આજે એમ્બ્યુલન્સમાં આવી મતદાન કર્યું

|

Dec 05, 2022 | 5:08 PM

Gujarat Assembly Election 2022 : વિજયભાઈ પવારને ૪ દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

Gujarat Assembly Election 2022 : ત્રણ દિવસ પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો, આજે એમ્બ્યુલન્સમાં આવી મતદાન કર્યું
વડોદરામાં દર્દીએ મતદાન કર્યું

Follow us on

Gujarat Assembly Election 2022 :  વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલના મતદાન મથકના પરિસરમાં અચાનક આવીને ઉભી રહેલી એમ્બ્યુલન્સે હાજર મતદારોનું ધ્યાન ખેંચ્યું. એમ્બ્યુલન્સમાંથી પહેલા તો નર્સિંગ સ્ટાફ ઉતર્યો અને પછી ઉતર્યા ૫૬ વર્ષીય વિજયભાઈ પવાર. એમ્બ્યુલન્સ અહીં કેમ ? એ સવાલ સૌ કોઈને મૂંઝવતો હતો. પરંતુ લોકશાહીની ચેતનાના ધબકારે હૃદય રોગના હુમલાની સારવાર લેતા વિજયભાઈએ જ્યારે મતદાન કર્યું, ત્યારે હાજર સૌ કોઈને એક મત અને પોતાના કિંમતી તથા પવિત્ર મતની કિંમત સમજાઈ.

લોકશાહીના ચેતનાના ધબકારે હૃદય હુમલાની સારવાર લેતા વિજયભાઈ પવારે કર્યું મતદાન

વાત એમ છે કે, વિજયભાઈ પવારને ૪ દિવસ પહેલા હૃદય રોગના હુમલો આવતા, તેમને તાત્કાલિક બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓને એન્જીયોપ્લાસ્ટી નામની સર્જરી પણ કરવામાં આવી. હાર્ટ એટેક બાદ ઓપરેશનના ફક્ત ૩ દિવસ બાદ મતદાન હોવાથી, તેમણે શારીરિક અસમર્થતાને અવગણીને અને હિંમત દાખવીને અત્યંત નાજુક સ્થિતિમાં પણ મતદાન કરવાની મક્કમતા પણ અડગ રહ્યા અને પોતાની નૈતિક ફરજ ન ચૂક્યા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેમની અડગ ઈચ્છા અને મક્કમ નિર્ણાયકતાના કારણે હોસ્પિટલ તંત્રએ પણ સહમતિ દર્શાવી. વિષમ સંજોગ અને પરિસ્થિતિ પર ‘વિજય’ મેળવનાર વિજયભાઈ પવારને એમ્બ્યુલન્સ મારફતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વ્હીલચેર મારફતે મતદાન બુથ સુધી પહોંચ્યા હતા. વિજયભાઈની શારીરિક પરિસ્થિતિની વાત કરીએ તો, મેડિકલ ટીમ તથા જરૂરી સુવિધાઓયુક્ત એમ્બ્યુલન્સ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. પરંતુ વિશેષતા એ છે કે, જીવલેણ હુમલો અને નાજુક પરિસ્થિતિ હોવા છતાં તેઓ પોતાની ફરજ અદા કરવા પરથી ડગ્યા નહીં.

નાદુરસ્તીના સમયે પણ અચૂક મતદાનના સંકલ્પને ભૂલ્યા વિના લોકશાહીના અવસરને વધાવી લીધો, તે જોઈને ઉપસ્થિત તમામ મતદારો માટે એક અવિશ્વસનીય દ્રશ્ય ઉભું થયું હતું. શારીરિક અસક્ષમતાને બહાનું બનાવી કદાચ વિજયભાઈ મતદાન ન કર્યું હોત. પરંતુ, ‘મત આપીશ જ’ એવા મક્કમ મનોબળને કારણે તેમણે મતદાન સંકલ્પને સાર્થક કર્યો હતો. આળસ, નિરસતા અને ઉદાસીનતા કારણે ઘરે બેસીને મતદાન માટે ન થતા કથિત રીતે બૌદ્ધિક મતદારોને વિજયભાઈએ ક્યારેય ન ભૂલાય તેવો સંદેશ ચોક્કસથી આપી દીધો છે.

આજે ગુજરાત વિધાનસભા 2022નું બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદારોમાં બીજા તબક્કાને લઇને ભારે ઉત્સાહ જોવાઇ રહ્યો છે.

(ઇનપુટ ભાષાંતર)

Published On - 4:34 pm, Mon, 5 December 22

Next Article