આવતીકાલે ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી મતદાન આયોજિત થવાનું છે. ત્યારે મોટા ભાગના સ્થળો પર મતદાન સ્લિપનું વિતરણ પણ થઈ ગયું છે, તો કેટલાક મતદારો જે પોતાના નામ અંગે અવઢવમાં છે તેઓ આજે જ ઘેર બેઠા પોતાનું નામ સરળતાથી ચકાસી શકો છે. ઓનલાઇન તમારા નામ ચકાસવા માટે તમે સરળતાથી કેટલાક સ્ટેપને અનુસરીને તરત જ તમે તમારા નામ ચકાસી શકો છો. તમે વેબસાઇટ ઉપર લોગ ઇન કરીને તમારું નામ ચકાસી શકો છો.1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદારો પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથકમાં સવારે 08.00 થી સાંજે 05.00 વાગ્યા સુધી મત આપવા માટે જઈ શકશે. પોલિંગ બુથ પર બેઠેલા સ્ટાફ પાસેથી પણ તેઓ મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં મતદાન યોજાવાનું છે. જેમાં કુલ 89 બેઠક માટે મતદાન યોજાવાનું છે. આ 89 બેઠક પર કુસ 788 ઉમેદવારોએ ચૂંટણી જંગ માટે ઝંપલાવ્યુ છે. જેમાંથી 718 પુરૂષ ઉમેદવાર છે અને 70 મહિલા ઉમેદવાર છે.
નવા મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લિકેશન ઉપરથી મતદારો માહિતી મેળવી શકશે. આ વેબસાઇટ અને એપ્લિકેશનમાં મતદારો પોતાનું મતદાર યાદીમાં નામ, કયા ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંધાયેલું છે, કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે અંગેની માહિતી મેળવી શકશે.
આ સાથે ચૂંટણી પંચે કરેલી વ્યવસ્થાની વાત કરીએ તો તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે. શિપિંગ કન્ટેનરને પણ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
Published On - 11:42 am, Wed, 30 November 22