
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશ ની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. જો ગુજરાત વિધાનસભા 2017 ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. જો કે તેની બાદ પેટાચૂંટણીમાં જીતને કારણે ભાજપની બેઠકોથી વધીને 112 પર પહોંચી. તો બીજી બાજુ કોંગ્રેસને પક્ષપલટાને કારણે મોટુ નુકસાન થયુ, હાલ 65 બેઠકો કોંગ્રેસ પક્ષ પાસે છે. ગુજરાતમાં AAP ની એન્ટ્રીથી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે નેતાઓની સભામાં ઉમટતા મતદારોના હાથ તેમના પક્ષના EVM બટન પર પહોંચશે કે કેમ તે જોવુ રહ્યું.
અમિત શાહે કરેલા પાણીદાર ગુજરાતના ટ્વીટ અંગે પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યુ છે. પીએમએ ટ્વીટમાં જણાવ્યુ કે “જનશક્તિના મક્કમ નિર્ધારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે ગુજરાતમાં જળ સંરક્ષણ ક્ષેત્રે થયેલ ઉપલબ્ધિ.. ગુજરાતની જળ ક્રાંતિએે ખેડૂતોના સર્વાંગી વિકાસમાં અને રાજ્યની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે.”
જનશક્તિના મક્કમ નિર્ધારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે ગુજરાતમાં જળ સંરક્ષણ ક્ષેત્રે થયેલ ઉપલબ્ધિ….!
ગુજરાતની જળ ક્રાંતિએે ખેડૂતોના સર્વાંગી વિકાસમાં અને રાજ્યની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. https://t.co/EWgxKuQ8cK
— Narendra Modi (@narendramodi) November 8, 2022
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવશે, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે હાજર રહેવા લોકોને અપીલ કરી છે. 15 નવેમ્બરે ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવશે. વાવ, સૂઈગામ અને ભાભર તાલુકાના મતદારોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરી છે.
સુરત ઉત્તર વિધાનસભાના દાવેદારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. જેમા દાવેદારોની યાદીમાંથી નામ પરત લેવા પ્રદેશ અધ્યક્ષને જણાવ્યુ છે. સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નૈષધ દેસાઇએ ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યો છે. પોતાના સિવાય અન્ય 5 દાવેદારો પૈકી એકને ટીકીટ આપવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને પત્ર લખ્યો છે. નૈષધ દેસાઈએ પત્ર લખી કોંગ્રેસને આંચકો આપ્યો છે. જો કે
દેસાઈની ઈચ્છા સુરત પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવાની હોવાની પણ ચર્ચા છે. સુરત ઉત્તરની કોંગ્રેસની પેનલમાં નૈષધ દેસાઈનું નામ સામેલ હતું.
દિલ્હીમાં ગુજરાત ભાજપ કોર કમિટીની બેઠક થઈ પૂર્ણ, તમામ નેતાઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા. ઉમેદવારોની યાદી અંગે ભાજપ અધ્યક્ષને અવગત કરવામાં આવશે. કાલે ભાજપની CECની બેઠક મળશે.
‘ઉમેદવાર તેની ઇચ્છા મુજબ દાવેદારી કરી શકે’: જશુ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ#Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/Bcki8bfQQ0
— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર લાગી પરિવર્તન ઘડિયાળ#GujaratElections2022 #Gujarat #TV9News pic.twitter.com/tPSKD3TIGe
— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
બનાસકાંઠાઃ પાલનપુરમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન
“વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે”#Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/swuudbF9N5— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
અમરેલીઃ હા અમે બનાવ્યું ગુજરાત પર ગરમાયું રાજકારણ
ભાજપના કેમ્પેઇન સામે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના આકરા પ્રહાર#Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/WXel7CAqtV— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
મોરબી તાલુકા પંચાયતના પૂર્વ નેતા વિપક્ષ જયેશ કાલરીયા કોંગ્રેસમાં જોડાયા;
કાલરીયા પેટા ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા #Gujarat #GujaratElections #TV9News pic.twitter.com/44gELS9rgX— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
પક્ષમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું મોટું નિવેદન;
ટિકિટ ફાળવણીમાં કોંગ્રેસની પણ કેટલી ખામી છેઃ મેરામણ ગોરીયા#Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/hkElTzaCTp— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
વલસાડ: ધરમપુર કોંગ્રેસમાં ટિકિટને લઈ રાજકારણ ગરમાયું;
તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા#Gujarat #GujaratElections2022 #TV9News pic.twitter.com/wD1ztNgtRm— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગાભાઇ બારડ કોંગ્રેસથી નારાજ : સૂત્ર #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/Caq5IAYNvB
— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા#BJP #GujaratElections2022 #GujaratElections #Gujarat #TV9News pic.twitter.com/4Q229nlasc
— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
કોંગ્રેસ નેતા મોહન રાઠવા ભાજપમાં જોડાયા#Congress #GujaratElections2022 #GujaratElections #BJP #TV9News pic.twitter.com/PJFvFZKGOp
— Tv9 Gujarati (@tv9gujarati) November 8, 2022
મોરબી તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા જયેશ કાલરીયાએ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. જયેશ કાલરીયા પેટાચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. મોરબી પુલ દુર્ઘટના બાદ તેઓ ફરી કોંગ્રેસમાં સામેલ થયા છે. જયેશ કાલરિયાએ જણાવ્યું કે ભાજપના ખોટા વિકાસના દાવામાં હું ભરમાઇ ગયો હતો. ઝૂલતા પુલની દુર્ઘટનામાં ભાજપ સરકારની બેદરાકરીને કારણે મોરબીવાસીઓએ જીવ ગુમાવ્યા છે તેવો આક્ષેપ જયેશ કાલરિયાએ કર્યો.
ગુજરાતમાં ભાજપ સરકારના 27 વર્ષના શાસનને હટાવવા કોંગ્રેસે કમર કસી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર પરિવર્તનની ઘડિયાળ લગાવવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના હસ્તે આ પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી. જેમાં મતગણતરીનો દિવસ એટલે કે 8 ડિસેમ્બરે બપોરના 12 કલાકનો સમય નોંધવામાં આવ્યો છે. ઘડિયાળ પર ‘સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ’ એમ લખાણ લખવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે કોંગ્રેસ કાર્યાલય પર લગાવેલી ઘડિયાળ ગુજરાતની પ્રજાની ભાવનાને રિફ્લેક્ટ કરે છે. ગુજરાતની પ્રજા હવે પરિવર્તન ઇચ્છી રહી છે. જે દિવસે આ ઘડિયાળના તમામ આંકડા શુન્ય હશે એ દિવસે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં હોય તેમ રઘુ શર્માએ જણાવ્યું. મહત્વનું છે કે રાજસ્થાનમાં વર્ષ 2018ની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસે તેમના કાર્યાલય બહાર પરિવર્તન ઘડિયાળ લગાવી હતી. જે બાદ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની હતી. આથી હવે રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ પરિવર્તન ઘડિયાળ લગાવી કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વલસાડના ધરમપુર કોંગ્રેસમાં ટિકિટને લઈ કકળાટ ઉભો થયો છે. બીજી તરફ તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ કોંગ્રેસમાં જોડાતા વિરોધ થયો છે. કોંગ્રેસના અગ્રણીઓ અને સંગઠન કલ્પેશ પટેલનો વિરોધ કરી રહ્યા છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલનું કહેવું છે કે, કલ્પેશ પટેલને ટિકિટ આપે તો પાર્ટીને નુકસાન થશે. કોંગ્રેસના વફાદાર અને સક્ષમ અગ્રણીને ટિકિટ આપવી જોઈએ તેવું પૂર્વ સાંસદનું કહેવું છે.
આણંદમાં ગંગદેવનગર વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આઠ સોસાયટીના બે હજાર લોકોએ આણંદ નગરપાલિકા હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો. સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર “નેતાઓને મત માગવા” આવવું નહીં તેવા બોર્ડ લગાવ્યા છે. ગંગદેવનગર વિસ્તારના લોકો પાણી, રોડ સહિતના અનેક પ્રશ્નનોને લઈ પરેશાન થઈ રહ્યા છે. જે મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. દર વખતે નેતાઓ લોલીપોપ આપતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ દરેક પક્ષ પોતાની જીત મેળવવા એડીચોંટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ડભોઇમાં કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજી. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો બાઇક રેલી યોજી ડભોઇ કાનમ પટેલ વાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે ભાજપના ભ્રષ્ટ શાસનથી પ્રજા ત્રસ્ત છે. હવે ગુજરાતની પ્રજા પરિવર્તન ઇચ્છી રહી છે. જે કોંગ્રેસ લઇને આવી છે..સાથે જ ભારે બહુમતી સાથે કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
આમ આદમી પાર્ટી આજે જાહેર કર્યું વધુ એક ઉમેદવાર લિસ્ટ. અત્યાર સુધી આપ 151 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે. આજની ઉમેદવારી લીસ્ટ સાથે 158 ઉમેદવાર જાહેર કર્યા છે. આજે વધુ ૭ ઉમેદવાર જાહેર કર્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/OERVyrpnbi
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022
આમ આદમી પાર્ટીના નેતા અને દેહગામના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજાએ દહેગામની બેઠક પરથી ચૂંટણી નહિ લડે તેવી જાહેરાત કરી છે. દહેગામની બેઠક પરથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે. યુવરાજસિંહને સાત વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તે સ્ટાર પ્રચારક તરીકે કામ કરશે.
પૂર્વ IPS ડી.જી.વણઝારાએ નવા રાજકીય પક્ષ ‘પ્રજા વિજય પક્ષ’ની જાહેરાત કરી છે. ડી. જી. વણઝારાએ કહ્યું કે, પ્રજા વિજય પક્ષ એ લોકો માટે રાજકીય વિકલ્પ બનશે, હિન્દુત્વવાદી પક્ષ સામે અમે બીજો હિન્દુત્વવાદી વિજય પક્ષ લાવ્યા. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ એક જ પક્ષ સત્તામાં છે. સતત લાંબા સમય સુધી સત્તામાં એક જ પક્ષ રહે તો સત્તા ભ્રષ્ટ થાય. કોંગ્રેસ અને AAP ક્યારેય ભાજપનો વિકલ્પ બની શકે નહીં. આ સાથે તેણે ગુજરાતમાં તમામ બેઠકો પર વિજય પક્ષ ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી છે.
મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે પુલ દુર્ઘટનાની ચૂંટણી પરિણામો પર કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું કે સરકારની ભૂલના કારણે કંઈ થયું હોય તો ચૂંટણી ઉપર અસર પડે. પરંતુ આમાં સરકારની કોઈ ભૂલ નથી. મોરબીની દુર્ઘટના રાજ્યકક્ષાની ભૂલના કારણે નથી બની. રાજ્ય સરકારની બેદરકારીના કારણે પણ નથી બની.
ભાજપના આ 50 ઉમેદવારોની ટિકિટ નિશ્ચિત મનાઈ રહી છે. વાંચો આ યાદી સૌપ્રથમ ટીવીનાઈન પર….
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ માહોલ ગરમાયો છે. દરેક રાજકીય પક્ષ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યાં છે..ત્યારે ચૂંટણી પંચ અને મોરબી હોનારત પર કોંગ્રેસે ફરી સવાલ ઉઠાવ્યાં છે. અમદાવાદમાં હાજર રહેલા કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી ચીદમ્બરમે ભાજપ સરકાર અને ચૂંટણી પર નિશાન સાધ્યું છે .ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે ચૂંટણી પંચ ભાજપને સમર્થન કરી રહ્યું છે. ભાજપના ઇશારે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે. એટલા માટે જ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી જાહેરાત અલગ અલગ કરવામાં આવી. કેમ હિમાચલ સાથે જ ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં ન આવી ?
તો બીજી તરફ મોરબી હોનાતર અંગે પણ પી. ચીદમ્બરમે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે મોરબી હોનારત માનવ સર્જિત છે. મોરબીનો બ્રિજ તૂટવો ગુજરાત માટે શરમજનક બાબત છે, કેમ ભાજપ સરકાર જવાબદારો સામે કાર્યવાહી નથી કરતી.
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું બે બેઠકો માટે લોબિંગ કરી રહ્યા છે. ખોડલધામના બે ટ્રસ્ટીઓ માટે તેઓ ભાજપમાં લોબિંગ કરી રહ્યા છે.
રાજકોટ દક્ષિણ અને અમદાવાદની એક બેઠક માટે લોબિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. મહત્વનું છે કે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અગાઉ જ રાજકોટ દક્ષિણ બેઠક પરથી દાવેદારી કરી ચૂક્યા છે. હાલ રાજકીય સોગઠાબાજી શરૂ થતા સ્થાનિક ભાજપના દાવેદારો અને કાર્યકર્તાઓમાં ચિંતા જોવા મળી રહી છે. મહત્વનું છે કે, નરેશ પટેલ અને રમેશ ટિલાળા ભાજપ હાઈકમાન્ડને પણ મળ્યા હતા.
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો 150થી વધુ બેઠકો પર થશે ભવ્ય વિજય. આ દાવો કર્યો છે બનાસકાંઠાના પાલનપુરમાં હાજર રહેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે. પાલનપુરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ વખતે જે રીતે ગુજરાતમાં માહોલ જોવા મળી રહ્યો છે તે મુજબ ભાજપે ક્યારેય જીત ન મેળવી હોય તેવી જીત થશે. ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠકો મેળવશે. સાથે જ કહ્યું કે પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી ચૂંટણી લડીશ.
ગાંધીનગરની કલોલ વિધાનસભા બેઠક પર જામ્યો છે ત્રિપાંખીયો જંગ. છેલ્લી 2 ટર્મથી આ બેઠક પર કોંગ્રેસના બળદેવજી ઠાકોર જીતતા આવ્યા છે, પણ આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. કોંગ્રેસના બળદેવજી ઠાકોરની સામે આમ આદમી પાર્ટીએ કાંતિજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા. પરંતુ ત્રણેય પાર્ટીઓ કલોલ બેઠક પર જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્રણેય પાર્ટીઓએ ડોર-ટુ-ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજીએ હેટ્રિકના દાવા સાથે પ્રચાર શરૂ કર્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી “એક મોકો કેજરીવાલને” આપવાની માગણી સાથે પ્રચાર કરી રહી છે.
વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરવા આક્રમક પ્રચાર અભિયાન શરૂ કર્યું છે, ત્યારે ગુજરાતના નાગરિકોને જાગૃત કરવા હવે કોંગ્રેસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોંગ્રેસે વિધાનસભા દીઠ જાહેર જગ્યાઓ પર નુક્કડ નાટકો શરૂ કર્યા છે. જેના માધ્યમથી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર મતદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના શાસનમાં થયેલા કામોને પણ નુક્કડ નાટક થકી પ્રજા સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્કડ નાટકમાં LPG સિલિન્ડરના ભાવ, તેલ તેમજ પેટ્રોલ-ડીઝળ સહિતની ચીજવસ્તુઓના જૂના ભાવ અને હાલના ભાવની સરખામણી કરી ભાજપના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સિનિયર સિટિઝન તેમજ દિવ્યાંગ મતદારો માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા મતદારોને ચૂંટણી સમયે વ્હીલ ચેર લઇને જવું પણ અઘરું બનતું હોય છે, કારણ કે મતદાન મથક પર વ્હીલ ચેર લઈ જવા માટે એક તરફ ઢાળ હોય છે, જ્યારે કે બીજી તરફ ઢાળ હોતો નથી. આ સમસ્યાને દૂર કરવા માટે આ વખતે બુથ પર રેમ્પની વ્યવસ્થા કરવા ઉચ્ચ અધિકારી દ્વારા સંબંધિત અધિકારીને સૂચનાઓ આપવામાં આવી છે કે જેથી એ રેમ્પની ઉપર વ્હીલ ચેર લઈને આરામથી જઈ શકાય. આ ઉપરાંત પોલિંગ સ્ટેશન લોકેશન પર જ્યાં આગળ રજીસ્ટર સિસ્ટમ છે ત્યાં પણ વ્હીલ ચેર સેવાની વ્યવસ્થા કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં ચૂંટણીનો રંગ બરાબરનો જામ્યો છે. ટિકિટ માટે ઉમેદવારોની પડાપડી થઈ રહી છે. ટિકિટ માટે રાજકીય પક્ષો પર વિવિધ સમાજ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મહેસાણામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કહ્યું, અમે ધારીએ એટલી ટિકિટ મળી શકે છે. જો કે ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે.
ગુજરાતના પૂર્વ DGP ડી.જી.વણઝારા ચૂંટણી પહેલા આજે પોતાની પાર્ટી ‘પ્રજા વિજય પક્ષ’ને લોન્ચ કરશે. પક્ષની વિધિવત જાહેરાત કરતા પહેલા ડી.જી.વણઝારાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે 182 વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે.
બાવળા સાણંદ વિધાનસભા 40 ના કોળી સમાજના આગેવાનો કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમ ખાતે આવેલા આગેવાનોએ રજૂઆત કરી હતી કે, સાણંદ સીટ પર કનુ પટેલને રિપિટ ન કરવાની રજૂઆત કરી હતી. કોળી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ થયું નથી. સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા હતા. ઉપરાંત જણાવ્યું હતું કે, અહીં અન્ય કોઈને ટિકિટ આપવામાં આવશે તો તેઓ સાથે હોવાની રજૂઆત કરી હતી.
વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ અને આપે એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ભાજપના ઉમેદવારોની યાદીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ઉમેદવારોના નામ અંતિમ મહોર હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ લગાવશે.
વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓમાં વિખવાદ આવ્યો સામે આવ્યો છે. આજે અમદાવાદના સોલા કેમ્પસમાં યોજાનારી પાટીદાર સંસ્થાઓની બેઠકમાં 3 સંસ્થા ગેરહાજર રહેશે. વિધાનસભા ચૂંટણી સંદર્ભે વર્લ્ડ પાટીદાર ફેડરેશને પાટીદારોની 7 પ્રમુખ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની આજે બેઠક બોલાવી છે. આ બેઠકમાં 3 સંસ્થાઓએ આવવાની ના પાડતા રાજકારણ ગરમાયું છે..
અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે બહાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ જાહેર કર્યું હતું કે નરેશ પટેલ બહાર હોવાથી તેઓ હાજર નહી રહી શકે.. જ્યારે દિનેશ કુંભાણીએ કહ્યું હતું કે પૂછ્યા વિના આ બેઠકનું આયોજન કરાયું છે. આતરફ સરદાર ધામના ગગજી સુતરિયાએ કહ્યું હતું- કે તેમની સંસ્થા શૈક્ષણિક હોવાથી તેઓ બેઠકમાં ભાગ નહીં લે. આ ઘટનાક્રમ વચ્ચે ઊંઝા સ્થિતિ ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ બાબુ જમનાદાસ પટેલે પણ બહાર હોવાથી હાજર નહીં રહી શકે. આ સંજોગોમાં હવે બેઠકમાં કોણ હાજર રહેશે અને શું જાહેરાત કરાશે તેના પર સૌની નજર છે.
જેડીયુ અને BTPના ગઠબંધનને લઈ પિતા-પુત્રમાં મતભેદ જોવા મળ્યો છે. છોટુ વસાવાનું કહેવું છે કે BTPનું જેડીયુ સાથે ગઠબંધન છે. જ્યારે તેમના પુત્ર મહેશ વસાવાનું કહેવું છે કે BTP નું જેડીયુ સાથે કોઈ ગઠબંધન નથી. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ જાહેરાત કરી હતી કે 2022ની વિધાનસભાની ચૂંટણી BTP નીતિશકુમારના જેડીયુ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે. જેની સામે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કહ્યું કે, બીટીપી સાથે જેડીયુનું ગઠબંધન કરવામાં નથી આવ્યું. જેણે પણ આવી વાત જણાવી હોય તે તેમનું વ્યક્તિગત મંતવ્ય હોઈ શકે છે.. આ બાબતે બીટીપીના હોદ્દેદારો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી.
વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર બાદ ઠાકોર સમાજ મેદાને આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠાકોર સમાજને ટિકિટ આપવાની માગ સાથે જેતપુરમાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ. વાંકાનેર, ધ્રાંગધ્રા, ધારી, લાઠી, રાજકોટ, કચ્છ પશ્ચિમ સહિતની સમાજની બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે બેઠક અંગે કહ્યું, ટિકિટ નહીં મળે તો સરકારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અમારા સમાજનું જયાં વોટિંગ હોય ત્યાં ઠાકોર સમાજ અથવા OBC અને ST સમાજની ટિકિટ કપાવી ના જોઈએ. તમામ સમાજનું લોબિંગ હોય તો અમારા સમાજનું લોબિંગ કેમ ન હોય તેવો પ્રમુખે સવાલ કર્યો હતો.
રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે. પશ્વિમ બેઠકમાં વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે.વજુભાઇ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગણી કરી છે. વજુભાઇ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા. વિજય રૂપાણીએ તેમના બદલે નિતીન ભારદ્વાજને ટિકિટ મળે તેવી માગ કરવામાં આવી. મહત્વનું છે કે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પણ લોબિંગ કરી રહ્યા છે. ડે.મેયર દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, અનિલ દેસાઇએ પણ ટિકિટ માટે દાવેદારી કરી છે. તો બીજી તરફ કડવા પાટીદાર સમાજે ટિકિટની માગણી કરી છે.
Published On - 9:55 am, Tue, 8 November 22