Gujarat Election 2022 : રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ રોડ શો સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા બાદ હવે ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ પૂર્વ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે પોતાના મતવિસ્તારમાં રોડ તો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.

Gujarat  Election 2022 : રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ રોડ શો સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા
Rajkot Congress Candidate Indranil Rajyaguru Road Show
| Edited By: | Updated on: Nov 18, 2022 | 12:03 AM

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા બાદ હવે ઉમેદવારોએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ પૂર્વ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે પોતાના મતવિસ્તારમાં રોડ તો સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભગવતી પરા વિસ્તારમાં લક્ઝરીયસ કારમાં બેસીને રોડ શો કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ઇન્દ્રનીલ રાજ્યગુરુને ઠેર ઠેર લોકોએ આવકાર્યા હતા.રાજ્યગુરૂના રોડ શોમાં તિરંગા અને કોંગ્રેસના ઝંડાથી વાતાવરણ કોંગ્રેસમય બની ગયુ હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુ વર્ષ 2012 વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાં ચૂંટાયા હતા ભાજપના ઉમેદવાર કશ્યપ શુક્લ સામે ઈન્દ્રનીલ રાજ્યગુરુનો વિજય થયો હતો અને તેઓ ધારાસભ્ય બન્યા હતા જોકે વર્ષ 2017 માં તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી જેમાં વિજય રૂપાણી સામે તેની હાર થઈ હતી

10 વર્ષમાં લોકોનો પ્રેમ બમણો થઈ ગયો છે- ઇન્દ્રનીલ

ચૂંટણી પ્રચાર અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 2012માં હું આ વિસ્તારમાંથી ચૂંટણી માં ઉભો રહ્યો હતો અને લોકોએ મને જીતાડ્યો હતો દસ વર્ષ બાદ ફરી હું લોકો પાસે મત માંગવા માટે આવ્યો છું અને લોકોનો પ્રેમ પણ બમણો થઈ ગયો છે 2012માં હું નવો હતો 2022 માં હું અનુભવી થઈ ગયો છું અને લોકો ફરી મને આ વિસ્તારમાંથી ચૂંટાવશે

પાટીદાર મતદારો કોને ફાયદો કરાવશે ?

આ વિધાનસભા સીટ પર ગત ટમમાં લેવા પાટીદાર સમાજમાંથી અરવિંદ રૈયાણી ઉમેદવાર હતા અને તેમને જીત મળી હતી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાટીદાર નેતા પર પસંદગી ઉતારી નથી ત્યારે આ સીટનો મદાર પાટીદાર વોટ બેન્ક પર આધારિત થઈ ગયો હોય તેવું હાલમાં લાગી રહ્યું છે જો કે આમ જ બી પાર્ટી છે પાટીદાર યુવા નેતાને મેદાને ઉતાર્યા છે ત્યારે મતદારો ને રીઝવવા તમામ પક્ષો મહેનત કરી રહ્યા છે.

Published On - 11:53 pm, Thu, 17 November 22