
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપની આજે પ્રથમ યાદી જાહેર થશે. રાત્રે 8 વાગ્યા બાદ દિલ્હી ખાતે કમલમથી પ્રેસ કોન્ફરન્સ થશે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘણી સહિત દિગ્ગજ નેતાઓના નામની જાહેરાત કરાશે. 100 થી વધુ નામની સત્તાવાર જાહેરાત થશે. જેમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. તેમજ પીએમ મોદી બેઠકમાં પહોંચ્યા છે.
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે અંતિમ કવાયત હાથ ધરી છે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે મોડી રાત સુધીમાં પહેલી યાદી જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની ફેઝ 1ની 89 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધવા જેવી બાબત એ છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક સી.આર.પાટિલના આવાસ પર થઈ હતી. ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Published On - 8:34 pm, Wed, 9 November 22