Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં આગામી વિધાનસભા ચુંટણીને લઇને રાજકીય પક્ષો સક્રિય થયા છે. જેમાં ગુજરાતમાં આમ આદમી (AAP) પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તેમજ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ,ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા અને ગુજરાત પ્રભારી રાધવ ચઢ્ઢા સતત રાજ્યની મુલાકાતે છે. તેમજ લોકોને અનેક વાયદો પણ આપી રહ્યા છે. આ દરમ્યાન આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતમાં આપના ઉમેદવારોની(Candidate List) ચોથી યાદી જાહેર કરી છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ 12 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેઅત્યાર સુધી 29 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. તેણે અત્યાર સુધી તાજેતરની યાદી સાથે 41 ઉમેદવારોની જાહેરાત કરી છે.
આપે આજે જાહેર કરેલી ઉમેદવારોની ચોથી યાદીમાં 12 બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી બે બેઠક ગરબાડા અને માંડવી-અનુસૂચિત જનજાતિ (ST)માટે અનામત છે. આ 12માંથી બે બેઠકો 2017માં કોંગ્રેસે જીતી હતી જ્યારે ભાજપને 10 બેઠકો મળી હતી.જ્યારે અન્ય બે બેઠક અમરાઈવાડી અને વટવા – અમદાવાદ શહેરની છે, જ્યારે એક- લિંબાયત- સુરત શહેરમાં છે.ગુજરાત AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ યાદીમાં ઉમેદવારોમાં શિક્ષકો, ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે.
ઉમેદવારોની યાદીમાં હિંમતનગર બેઠક પરથી નિવૃત શિક્ષક નિર્મળસિંહ પરમાર અને ગાંધીનગર (દક્ષિણ) પરથી દોલત પટેલનો સમાવેશ થાય છે. ઇટાલિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે કુલદીપ વાઘેલાને સાણંદ બેઠક પર, બિપિન પટેલ વટવા અને ભરત પટેલને અમરાઇવાડી બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં રામજીભાઈ ચુડાસમાને કેશોદ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જેવો કોળી સમાજના આગેવાન છે જેઓ અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા.
ઇટાલિયાએ જણાવ્યું હતું કે નટવરસિંહ રાઠોડને ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. તેમણે જિલ્લા પંચાયત સભ્ય તરીકે કામ કર્યું છે, જ્યારે તખ્તસિંહ સોલંકી પંચમહાલથી ઉમેદવાર જાહેર કરાયા છે. દિનેશ બારિયાને પંચમહાલની કાલોલ બેઠક પરથી,જ્યારે શૈલેષ ભાભોરને ગરબાડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે સુરતની લિંબાયત બેઠક પરથી પંકજ તાયડેને જ્યારે પંકજ પટેલને ગણદેવી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જે યુવા આદિવાસી નેતા છે.
AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યમાં આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે, તેઓ તેમની રેલીઓ અને સભાઓનો રાઉન્ડ ચાલુ રાખે છે, જેમાં મફત વીજળી અને બહેતર શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ સહિત અનેક ચૂંટણી વચનો આપ્યા હતા.ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે હજુ સુધી તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી.
Published On - 9:52 pm, Thu, 6 October 22