
ગોંડલના (Gondal) રાજકારણમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા ફરી ઝંઝાવાતનો દોર શરૂ થયો છે.ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પાટીદારોમાં (paatidar) ડેમેજ કંટ્રોલ શરૂ કરી વિરોધી જૂથ સામે દાવ ખેલ્યો છે.ગોંડલના મોવિયા ગામે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર સમાજની સભાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં જયરાજસિંહના હરીફ જૂથના અગ્રણી પાટીદાર નેતા જયંતિ ઢોલને(Jayanti dhol) પ્રમુખ પદેથી હટાવીને કિશોર અંદિપરાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.જયંતિ ઢોલ છેલ્લા બે દાયકાથી કડવા પાટીદાર સમાજના (Patidar Community)પ્રમુખ પદે હતા.તમને જણાવી દઈએ કે, સભામાં જયરાજસિંહે હરીફ જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા.
જયરાજસિંહે જણાવ્યું કે જયંતિ ઢોલ ગઇ કાલે પણ મારા મિત્ર હતા અને આજે પણ છે. પરંતુ તેમણે ક્યાં બેસવું તેની સભાનવસ્થા ગુમાવી છે.રીબડાની (Ribada) આસપાસની જમીનોના સોદા કઇ રીતે પાર પડે છે જગજાહેર છે.જયરાજસિંહે જણાવ્યું હતુ કે, લુખ્ખાગીરી કરનારાઓની પીઠ પર હું ટેટુ ચીતરી દઇશ.
Published On - 11:31 am, Mon, 19 September 22