Gujarat Election 2022: બંને તબક્કાના મતદાનમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ રહેશે તહેનાત

|

Nov 22, 2022 | 10:05 AM

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારી દીધા છે. સાથે જ PM મોદી પણ પણ પ્રચારના મેદાનમાં જોવા મળે છે. કોંગ્રેસમાં પણ ગઇકાલે રાહુલ ગાંધીએ સભાઓ ગજવી હતી. તો AAPના નેતાઓ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ પર તૈયારીઓ કરી રહ્યુ છે.

Gujarat Election 2022: બંને તબક્કાના મતદાનમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ, અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ રહેશે તહેનાત
સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ રહેશે તહેનાત

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારી દીધા છે. સાથે જ PM મોદી પણ પણ પ્રચારના મેદાનમાં જોવા મળે છે. કોંગ્રેસમાં પણ ગઇકાલે રાહુલ ગાંધીએ સભાઓ ગજવી હતી. તો AAPના નેતાઓ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ પર તૈયારીઓ કરી રહ્યુ છે. જો કે મહત્વની વાત એ છે કે આ ચૂંટણીમાં ગુજરાતમાં કેટલાક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પણ છે. ત્યારે તેના પર વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણીપંચ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને તબક્કાની ચૂંટણીમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે. 2022માં 51,782 મથકોમાંથી 16 હજારથી વધુ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મથકોમાં પેરામીલીટ્રી ફોર્સ તહેનાત કરાશે. સંવેદનશીલ મથકો પર પોલીસ અને પેરામીલીટ્રી ફોર્સના જવાનો તહેનાત રહેશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકોની ચૂંટણી યોજાશે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 1 હજાર 518 મતદાન મથકો વધ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 10:04 am, Tue, 22 November 22

Next Article