Gujarat Election 2022: કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ, ભાજપે ચૂંટણી પંચને કરી હતી રજુઆત

|

Nov 23, 2022 | 10:00 AM

વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકાના કોંગ્રેસના ઉમેદવાર બાળકૃષ્ણ ઢોલારેએ પણ પ્રચાર શરુ કર્યો હતો.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા નેતાઓ જાત-જાતના પેંતરા કરતા જોવા મળે છે. ડોર ટુ ડોર પ્રચારથી લઈને રેલી દ્વારા નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે પ્રચાર દરમિયાન ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર આવ્યા વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે વડોદરાના ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાયલી વિસ્તારમાં લોકોને પ્રચાર દરમિયાન રૂપિયા વહેંચવામાં આવતા બાલકૃષ્ણ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે લોકોને રૂપિયાની નોટો આપતો વીડિયો વાયરલ થતા કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ કરવામાં આવી હતી.

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વડોદરાના ડભોઇ તાલુકાના કોંગ્રેસના ઉમેદવાર બાળકૃષ્ણ ઢોલારેએ પણ પ્રચાર શરુ કર્યો હતો. ત્યારે બાળકૃષ્ણ ઢોલારે પ્રચારમાં લોકોને રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યુ છે, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે પછી ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે પછી કોંગ્રેસ ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાજી વિવાદમાં

મહત્વનું છે કે, ડભોઇ શહેરના ભાયલી વિસ્તારમાં બાળકૃષ્ણ ઢોલાર પ્રચાર દરમિયાન તેઓ રૂપિયા આપતા જોવા મળે છે. આપને જણાવી દઈએ કે ભાજપમાંથી ટિકિટ ન મળતા બાળકૃષ્ણ ઢોલાર કોંગ્રેસમાં જોડાયા હતા.

Next Video