ગુજરાત બાદ વધુ એક રેકોર્ડ બનાવશે ભાજપ, રાજ્યસભામાં જોવા મળશે જીતની અસર

વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. હવે આ પછી પાર્ટી રાજ્યસભામાં પણ આવો જ રેકોર્ડ બનાવવા જઈ રહી છે.

ગુજરાત બાદ વધુ એક રેકોર્ડ બનાવશે ભાજપ, રાજ્યસભામાં જોવા મળશે જીતની અસર
BJP Win in Gujarat
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Dec 09, 2022 | 3:30 PM

ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. જીત માટે જરુરી 92 બેઠકની બહુમતીનો આંક તો શરુઆતના વલણોમાં જ જોવા મળ્યો હતો. આ જીત સાથે ભાજપે સતત સાતમી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમી વાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના ડાબેરી દળો સાથે સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે.

રાજ્યસભામાં જીતની અસર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ જીત નોંધાવી છે. હવે આ પછી પાર્ટી રાજ્યસભામાં પણ આવો જ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. જો કે, 2022ની આ જીતની અસર પાર્ટીને 2026ના મધ્ય સુધીમાં જ દેખાશે, જ્યારે પાર્ટીને રાજ્યની તમામ 11 બેઠકો પર તેના સાંસદો મળશે. ગુરુવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી લીધી છે.

હાલના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 છે. ભાજપ ઓગસ્ટ 2023માં ખાલી પડેલી બેઠકો પાછી મેળવશે. ત્યારે પાર્ટીને એપ્રિલ 2024 માં 4 માંથી 2 વધારાની બેઠકો મળશે. તેમજ જૂન 2026માં અન્ય 4માંથી ભાજપને એક બેઠક મળશે. આ સંદર્ભમાં પાર્ટીના સભ્યોની સંખ્યા 11 થશે.

હિમાચલની જીતનો ફાયદો કોંગ્રેસને થયો

હિમાચલ પ્રદેશની જીત કોંગ્રેસને પણ ફાયદો કરાવશે. આ જીત સાથે, કોંગ્રેસ એપ્રિલ 2024 સુધીમાં તેના પક્ષમાં ત્રણમાંથી એક બેઠક પણ જીતી લેશે. આ પછી 2026માં કોંગ્રેસ બીજા સભ્યને પણ મોકલી શકશે. રાજ્યમાં ત્રીજી બેઠક 2028માં નક્કી થશે. હાલ ત્રણેય બેઠકો ભાજપ પાસે છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનું નામ સામેલ છે.

જો કે રાજ્યસભામાં વિશેષ ફેરફારોની અસર 2024માં જોવા મળશે. તે દરમિયાન 56 બેઠકો ખાલી રહેશે. હાલમાં રાજ્યસભામાં 239 સભ્યો છે અને 6 બેઠકો ખાલી છે. જેમાં જમ્મુ-કાશ્મીરના 4 અને 2 નોમિનીનો સમાવેશ થાય છે. ગૃહમાં ભાજપના સૌથી વધુ 92 સાંસદો છે. તે પછી 31 સભ્યો સાથે કોંગ્રેસનો નંબર આવે છે. પશ્ચિમ બંગાળમાં, શાસક તૃણમૂલ કોંગ્રેસ પાસે 13 અને ડીએમકે અને AAP પાસે 10-10 છે.

Published On - 3:14 pm, Fri, 9 December 22