ભાજપે ગૌરવ યાત્રાથી (BJP Gaurav Yatra) ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે . ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ (JP Nadda) બહુચરાજીથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. બહુચરાજી બાદ જેપી નડ્ડાએ દેવભૂમિ દ્રારકામાં યાત્રાને લીલીઝંડી આપી. આ તરફ અમદાવાદના વિરમગામમાં (viramgam) કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવ અને પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત જાહેરસભા યોજાઇ. કેન્દ્રીય પ્રધાનોએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. યાત્રાના પ્રસ્થાનમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીયપ્રધાન ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ,(C R Patil) વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા. મહત્વપૂર્ણ છે કે, ગુજરાત ગૌરવ યાત્રા 20 ઓક્ટોબર સુધી ચાલશે.
ગૌરવ યાત્રામાં જોડાયેલા પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ભાજપ ડંકો વગાડશે. 2017માં પાટીદાર આંદોલન અમારી વિરૂદ્ધમાં હતું અને આવા માહોલમાં પણ અમે જીત્યા હતા. આ વખતે તો 2017 કરતા પણ ઘણી વધુ બેઠકો આવશે.વધુમાં તેણે ઉમેર્યું કે, કર્મચારીઓના આંદોલન દર ચૂંટણીમાં (Election) થાય, તે સિઝનલ છે. આંતરીક વિખવાદને લઈ રૂપાલાએ કહ્યું કે,મોટું ઘર હોય તો થોડા ડખા તો થાય.
તો બીજી બાજુ વિરામગામથી હાર્દિક પટેલ (hardik patel) પણ આ ગૌરવ યાત્રામાં જોડાયા. તેમણે કહ્યું કે, કાયદાકીય ગૂંચના કારણે મહેસાણા ખાતે યાત્રામાં ન જોડાયો. ભાજપ તરફી વાત કરીને ટ્રોલ થાઉં તો કોઈ અફસોસ નથી. યુવાઓ પોતાની વાત સ્વીકારશે તેવો હાર્દિક પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો.