ગુજરાતના ચૂંટણી રણમાં ભાજપના દિગ્ગજો મેદાને, યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા, શિવરાજસિંહ અને અનુરાગ ઠાકુરનો ધુંઆધાર પ્રચાર

|

Nov 18, 2022 | 4:33 PM

Gujarat Election 2022: ગુજરાતની ચૂંટણી રણમાં ભાજપે પ્રચંડ પ્રચારનું રણશિંગુ ફુંકી દીધુ છે. જેમા યુપી સીએમ યોગીએ મોરબીમાં પ્રચાર કર્યો તો નડ્ડાએ નવસારીમાં સભા ગજવી હતી. જ્યારે શિવરાજસિંહ ચૌહાણે કચ્છમાં મોરચો સંભાળ્યો હતો.

ગુજરાતના ચૂંટણી રણમાં ભાજપના દિગ્ગજો મેદાને, યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા, શિવરાજસિંહ અને અનુરાગ ઠાકુરનો ધુંઆધાર પ્રચાર

Follow us on

રાજ્યભરમાં ભાજપના પ્રચંડ પ્રચારનો પ્રારંભ થયો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના ચૂંટણીના રણમાં ઉતર્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. મોરબીના વાંકાનેરમાં યોગીએ મોરચો સંભાળ્યો તો નવસારીમાં જેપી નડ્ડા વિરોધીઓ પર વરસ્યા તો કચ્છમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે સભા ગજવી અને કોંગ્રેસ તથા આપને આડે હાથ લીધી હતી.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: રાહુલ ગાંધી ભારત જોડો નહીં ભારત તોડો યાત્રા પર છે- જે.પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નવસારીમાં ચૂંટણી સભા ગજવી. નડ્ડાએ સભા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા અનેક આક્ષેપ કર્યા. કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા પર આક્ષેપ કરતા જેપી નડ્ડાએ જણાવ્યુ કે રાહુલ ગાંધીની એ ‘ભારત જોડો’ નહીં ‘ભારત તોડો’ યાત્રા છે. રાહુલ ગાંધી અફઝલના સમર્થનમાં નારેબાજી કરતા લોકોને મળે છે. નડ્ડાએ દાવો કર્યો આપના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થશે,  ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આપનું ખાતુ પણ નહીં ખૂલે. નડ્ડાએ આપને કમિશનખોર પાર્ટી ગણાવી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસ હોત તો રામ મંદિર બન્યુ ન હોત- યોગી આદિત્યનાથ

આ તરફ મોરબીના વાંકાનેરમાં યોગી આદિત્યનાથે સભા સંબોધી હતી. કુવાડવા બેઠકના ઉમેદવાર માટે પ્રચાર અર્થે પહોંચેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યુ કોંગ્રેસ હોત તો રામ મંદિર ન બન્યુ હોત અને કાશ્મીરમાંથી 370 કલમ દૂર ન થઈ હોત. યોગીએ કહ્યુ ભાજપના કારણે જ આ બધુ થયુ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છમાં શિવરાજસિંહે સંભાળ્યો મોરચો

આ તરફ કચ્છમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે મોરચો સંભાળ્યો. ભાજપના પ્રચાર અર્થે આવેલા શિવરાજસિંહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી. વીર સાવરકર પરની ટિપ્પણી અંગે રાહુલ ગાંધીને ઘેર્યા અને વીર સાવરકરનું અપમાન દેશવાસીઓ સહન નહીં કરે તેમ જણાવ્યુ.

ગુજરાત ઈલેક્શન 2022: વીર સાવરકર પર કરેલી ટિપ્પણી કોંગ્રેસની માનસિક્તા દર્શાવે છે- અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સુરતના માંગરોળમાં સભા સંબોધી હતી. માંગરોળથી ભાજપના ઉમેદવાર ગણપત વસાવા માટે પ્રચાર કર્યો. અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસે પહેલા હિન્દુ આતંકવાદની વાત કરી અને હવે સાવરકર પર વિવાદી ટિપ્પણી કરી અપમાન કરે છે. રાહુલ ગાંધીના આ નિવેદનો જ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે.

આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે કરેલા વિવાદી નિવેદન બાદ દેશમાં રાજકીય માહોલ ગરમાયો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિરોધમાં ભાજપ રસ્તા પર ઉતરી આવી છે તો ભાજપના દિગ્ગજો પણ રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જનજાતિય દિવસની ઉજવણી દરમિયાન રાહુલ ગાંધીએ બીરસા મુંડા સાથએ વીર સાવરકરની તુલના કરી તેમને અંગ્રેજોના એજન્ટ કહ્યા હતા. આ નિવેદન બાદ કોંગ્રેસને ભાજપ આડે હાથ લઈ રહી છે.

Published On - 4:28 pm, Fri, 18 November 22

Next Article