Gujarati NewsElectionsGujarat assembly electionBjp manifesto 2022: BJP announces election manifesto for assembly elections, priority given to weaker sections, youth employment, women, farmers, health services
Bjp manifesto 2022: વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યું અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર, નબળા વર્ગથી માંડીને યુવા રોજગારી, મહિલા, ખેડૂતો , આરોગ્ય સેવાઓને પ્રાધાન્ય
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પક્ષ દ્વારા 70 ટકા વાયદા પૂર્ણ કરવામાં આવ્યા છે.
bjp manifesto 2022
Follow us on
ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ભાજપનું સંકલ્પ પત્ર ‘ ‘એટલે કે ચૂંટણી ઢંઢેરો કર્યો હતો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. સંકલ્પ પત્ર રજૂ કરતા અગાઉ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સંકલ્પ પત્ર બનાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ભાજપે અગાઉના વર્ષોના વાયદા પૂર્ણ કર્યા છે.
સંકલ્પ પત્રના વિમોચન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભાજપ જે કહે છે તે કરે છે તેમના ચૂંટણી વચનો ઠાલા વાયદા નથી. જે કહેવું તે કરવું એ ભાજપની રિતી અને કાર્યપદ્ધતિ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસ ગાથા જણાવી હતી. નોંધનીય છે કે સંકલ્પ પત્ર બનાવવા માટે વિવિધ સ્થળોએ ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ બનાવવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે. નોંધનીય છે કે 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સંકલ્પ પત્ર માટે ગ્રામ પંચાયતથી માંડીને મહાનગર પાલિકા સુધી સૂચન પેટી મૂકવામાં આવી હતી. તેમજ સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવામાં આવ્યા હતા.
ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન’ હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ
મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે ₹1,000 કરોડની ફાળવણીનો વાયદો
પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો વાયદો
દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’નું નિર્માણ , ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ (Immersive) શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન, તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી થશે નિર્માણમંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે₹1,000 કરોડ ફાળવણી કરવામાં આવશે.રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણનો વાયદો
આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાનો વિસ્તાર
આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ
અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત 4-6 લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ
આદિવાસી ક્ષેત્રોમાં દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના
અંબાજીથી ઉમરગામ સુધી ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ બનાવાશે.
આદિવાસી યુવાઓને રોજગારી પૂરી પાડવા 8 GIDCની સ્થાપના
ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થામાં પ્રવેશ મેળવનાર આદિવાસી વિદ્યાર્થીને ₹50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું
આદિવાસી તાલુકાઓમાં 50 ‘મોતીલાલ તેજાવત ઈન્ક્યુબેટર્સ’ની સ્થાપના
આદિવાસી વિસ્તારોમાં નવા 50 મોબાઈલ મેડિકલ હેલ્થ યુનિટ્સ જોડીશું, જે સતત ઉત્તમ સારવાર પૂરી પાડશે
વ્હાલી દીકરી યોજના તેમજ મહિલા માટે વિશેષ જાહેરાત
KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ
ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ
વ્હાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય વધારીને ₹1.50 લાખનો વધારો
આગામી 5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ
અગ્નિવીર તરીકે ભરતી થનારી મહિલાને રૂ.50,000ની વન ટાઈમ ગ્રાન્ટ
100% પ્રસૂતિ દવાખાનામાં થાય તે સુનિશ્ચિત કરવાનો વાયદો
સગર્ભા સ્ત્રીઓ માટેની ખાસ 200 એમ્બ્યુલન્સનો વધારો
પ્રદૂષણ ઘટાડવા ઇ બસ ઉપર મૂક્યો ભાર
પ્રદૂષણ ઘટાડવા માટે GSRTCની 50% બસો LNG અને હાઇડ્રોજન ઈંધણ પર ચલાવીશું
નાના શહેરો અને ગામડાઓને નજીકનાં શહેરી કેન્દ્રો સાથે જોડવા માટે 1,000 ઈ-બસોનો કાફલો વિકસાવીશું.
વ્હીકલ સ્ક્રેપેજ અને ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રમાં રહેલા આપણાં સામર્થ્યનો ઉપયોગ કરીને ગુજરાતને ભારતનું રિસાયક્લિંગ હબ બનાવવાનો વાયદો
EWS વેલફેર બોર્ડની રચના અંગે જાહેરાત
EWS વેલફેર બોર્ડની રચના કરીશું જે શિક્ષણ અને ભરતીમાં નિયમોની દેખરેખ કરશે અને EWS વર્ગોના કલ્યાણ માટે કામ કરશે.
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના’ હેઠળ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી નાણાકીય સહાયને ડબલ કરવાનો વાયદો
મેડિકલ ટૂરિઝમ પોલિસી માટે વિશેષ જાહેરાત
‘મેડિકલ ટૂરિઝમ પોલિસી’ લોન્ચ કરવાનું આયોજન
જેનાથી મેડિકલ વેલ્યૂ ટ્રાવેલને પ્રોત્સાહન આપવામાં આવશે
ટૂરિઝમ, ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ અને હેરિટેજ અભ્યાસ માટે ‘ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી’ બનાવીશું
100 કરોડના બજેટ સાથે ગુજરાત ટૂરિઝમ માટે ‘ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેન’ લોન્ચ કરીશુ
SC/ST વિદ્યાર્થીઓ માટે વિશેષ જાહેરાત
SC/ST વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રિક સ્કોલરશિપની રકમ ડબલ કરવાનો વાયદો
50 નવી સમરસ હોસ્ટેલ બાંધવાનો વાયદો
ભાજપના સંકલ્પ પત્રમાં અન્ય મહત્વના વાયદાઓ આ મુજબ છે
10,000 કરોડના રોકાણ સાથે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષનું નિર્માણ સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ 25,000 કરોડના ખર્ચે ગુજરાતના સમગ્ર સિંચાઈ નેટવર્કનું વિસ્તરણ