ભાજપનો ગઢ ગણાતી ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ બે વાર લગાવી ચુકી છે જીતની હેટ્રિક, જાણો તેનું રાજકીય ગણિત

|

Oct 24, 2022 | 8:38 PM

Gujarat Election 2022: ગુજરાતની ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. વર્તમાનમાં અહીં ભાજપના મહેશ કુમાર કન્હૈયાલાલ રાવલ ધારાસભ્ય છે. તેમણે કોંગ્રેસના ખુશમનભાઈ શાંતિલાલને હરાવ્યા હતા. ખંભાત બેઠક પર 1990થી ભાજપ સતત જીતતી આવી છે.

ભાજપનો ગઢ ગણાતી ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ બે વાર લગાવી ચુકી છે જીતની હેટ્રિક, જાણો તેનું રાજકીય ગણિત
ખંભાત

Follow us on

ગુજરાતમાં ચૂંટણીઓ (Gujarat Election) નજીક આવતા જ ભાજપ-કોંગ્રેસ (BJP- Congress) બંને પક્ષોના દિગ્ગજોના ગુજરાતના આંટાફેરા વધ્યા છે. ભાજપે ગુજરાતથી સુશાસનનો નારો આપી સમગ્ર દેશમાં મોદી લહેર બનાવી છે. તેને ભાજપ ગુમાવવા નથી માગતી. પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના ગૃહ રાજ્યમાં તેમની બાદશાહત ઓછી થવા દેવા માગતા નથી તો દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની રાજનીતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. જાણકારોનું માનીએ તો સ્થાનિક નેતાઓને શાહે રોડ મેપ આપ્યો છે એ જ રણનીતિ પર ચૂંટણીમાં વિરોધીઓને પસ્ત કરવા માટે તાકાત લગાવી રહ્યા છે.

સાત દળો સહિત અપક્ષ ઉમેદવારો પણ મેદાને

ગુજરાત રાજ્યની ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. હાલમાં અહીં ભાજપના મહેશકુમરા કનૈયાલાલ રાવલ ધારાસભ્ય છે. તેમણે કોંગ્રેસના ખુશમનભાઈ શાંતિલાલને હરાવ્યા હતા. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ 1990થી વિજય પતાકા લહેરાવી રહી છે. અહીં 6 ચૂંટણીમાં કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે ખંભાત વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટી, ઈન્ડિયન ન્યુ કોંગ્રેસ પાર્ટી, નવીન ભારત નિર્માણ મંચ, ગુજરાત જન ચેતના પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ દાવ લગાવ્યો છે. પરંતુ આ સીટ ભાજપ માટે અજેય બનેલી છે.

ભાજપે લગાવી બીજી હેટ્રિક

1990માં ખંભાત વિધાનસભા સીટ પર ખત્રી જયેન્દ્રભાઈ ભગવાનદાસે જીત નોંધાવી હતી. 1995માં ફરીવાર ભગવાનદાસ અહીંથી જીત્યા હતા તો 1998માં શિરીષકુમાર મધુસુદન શુક્લા ભાજપમાંથી જીત્યા હતા, 2002માં ફરી એકવાર મધુસુદન શુક્લા ભાજપના ધારાસભ્ય બન્યા. 2007માં મધુસુદન શુક્લા ફરી જીત્યા હતા. 2012માં ભાજપે અહીં ઉમેદવાર બદલ્યા અને સંજયકુમાર રમનભાઈ પટેલ ભાજપમાંથી જીતી ધારાસભ્ય બન્યા. 2017માં ફરી ભાજપ નવા ચહેરા સાથે ઉતરી અને મહેશકુમાર કનૈયાલાલ રાવત ભાજપના ધારાસભ્ય બન્યા. એ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ખુશમન શાંતિલાલને હરાવ્યા હતા.

ઘરમાં તુલસી હોય તો, ગાંઠ બાંધી લો આ 5 વાત
આ ક્રિકેટરો જન્મ્યા અન્ય દેશમાં અને ક્રિકેટ અન્ય દેશ તરફથી રમ્યા
જુનવાણી ઘરોમાં કેમ રાખવામાં આવતા હતા બે બારણા, કારણ છે ઘણુ ઉંડુ
સુરતના ત્રણ સૌથી પોશ વિસ્તાર કયા છે?
Coconut Eating Benefits: રોજ સવારે નાળિયેર ખાવાથી શું થાય? મળશે વજન ઘટાડવા સહિત આ લાભો
ભારતમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે?

ખંભાત વિધાનસભા બેઠક પર કુલ 230988 મતદાતા છે. જેમાં 11,9752 પુરુષ મતદારો જ્યારે 11,1236 મહિલા મતદારો છે.

Next Article