Gujarat Assembly Election 2022 : ગોંડલ સીટ પર જયરાજસિંહ પરિવાર સિવાય ભાજપ કોઇને પણ ટિકીટ આપે,અમે જીતાડીશું,ન જીતે તો હું આત્મહત્યા કરી લઇશ-જયંતિ ઢોલ

|

Sep 29, 2022 | 7:15 PM

Gujarat Assembly Election 2022 : ગોંડલ વિધાનસભા(Gondal)  સીટ પર બે બાહુબલીઓ વચ્ચેની લડાઇ જામી છે. થોડા દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ(Jayrajsinh Jadeja)  મોવિયા ખાતે કડવા પાટીદાર સમાજની એક સભામાં રીબડાના મહિપતસિંહ જાડેજા પરિવાર પર અને સહકારી આગેવાન જયંતિ ઢોલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા

Gujarat Assembly Election 2022 : ગોંડલ સીટ પર જયરાજસિંહ પરિવાર સિવાય ભાજપ કોઇને પણ ટિકીટ આપે,અમે જીતાડીશું,ન જીતે તો હું આત્મહત્યા કરી લઇશ-જયંતિ ઢોલ
Bjp Leader Jayanti Dhol
Image Credit source: File Image

Follow us on

Gujarat Assembly Election 2022 :  ગુજરાતની ગોંડલ વિધાનસભા(Gondal)  સીટ પર બે બાહુબલીઓ વચ્ચેની લડાઇ જામી છે. થોડા દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ(Jayrajsinh Jadeja)  મોવિયા ખાતે કડવા પાટીદાર સમાજની એક સભામાં રીબડાના મહિપતસિંહ જાડેજા પરિવાર પર અને સહકારી આગેવાન જયંતિ ઢોલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા જેનો આજે રીબડા જૂથ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. ગોંડલના ભાજપ અગ્રણી અને સહકારી આગેવાન જયંતિ ઢોલે કહ્યું હતું કે જયરાજસિંહ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે હું મહિપતસિંહના ખબર અંતર પૂછવા આવ્યો હતો અને તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપ જયરાજસિંહ જાડેજા પરિવાર સિવાય કોઈ પણ ની ટિકિટ આપે તેવી અમે રજૂઆત કરીશું એટલું જ નહીં પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિને ટિકિટ આપે તો તેને જીત પણ અપાવીશું જો ન જીતે તો હું માનવી ચોકમાં આત્મવિલોપન કરીશ તેઓ જયંતિ ઢોલે હુંકાર કર્યો હતો.

માર્કેટિંગ યાર્ડ અને નાગરિક બેંકમાંથી મને ગદ્દારી કરી જયરાજસિંહે દૂર કર્યો-જયંતિ ઢોલ

આ અંગે જયંતિ ઢોલે માર્કેટિંગ યાર્ડ કબજે કરવા અંગેના જયરાજસિંહના નિવેદન પર કહ્યું હતું કે હું વર્ષો સુધી માર્કેટિંગ યાર્ડમાં જોડાયેલો હતો તેમ છતાં જયરાજસિંહે ગદ્દારી કરીને મને માર્કેટિંગ યાર્ડ માંથી દૂર કર્યો ત્યારબાદ ગોંડલ નાગરિક બેંકમાંથી પણ મને દૂર કર્યો અને પાંચ લાખ રૂપિયાની ઉંચાપાતનું કહીને મારી સામે ષડયંત્ર રચ્યું.

અમે ભાજપમાં જ છીએ અને ભાજપમાં જ રહેવાના છીએ-અનિરુદ્ધસિંહ જાડેજા

આખા વિવાદ અંગે ક્ષત્રિય સમાજ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા એ કહ્યું હતું કે અમે ભાજપમાં જ છીએ ભાજપ માટે ચૂંટણી સમયે અનેક કામો કર્યા છે અને ભાજપમાં જ રહેવાના છીએ પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને અમે મદદ કરીશું જોકે પાર્ટીને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ઔદ્યોગિક વિસ્તારોમાં કોઈ દબાણ નથી-રીબડા ઔધોગિક એસોસિએશન

આ અંગે રીબડા ઉદ્યોગિક એસોસિએશન દ્વારા કહ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે મહિપતસિંહ જાડેજા પરિવારના કારણે જ ઔદ્યોગિક વિસ્તાર સુરક્ષિત છે અને ઉદ્યોગોનો ભરપૂર વિકાસ થઈ રહ્યો છે કોઈપણ પ્રકાર ની કનળગત કરવામાં આવતી નથી

રીબડાના ખેડૂતોએ પણ આક્ષેપો ફગાવ્યા

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ રીબડામાં જો જમીન વેચવી હોય તો નિવેદ ધરાવવા પડે જેના આક્ષેપ અંગે રીબડાના ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મહિપતસિંહ જાડેજા ના કારણે જ અમારી જમીનના ભાવ બમણા થયા વર્ષો પહેલા અમે જ્યારે અમે જમીન વેચવા માટે નીકળ્યા હતા ત્યારે મહિપતસિંહ જાડેજા એ અમને જમીન ન વેચવા કહ્યું હતું અને આજે અમને સારો ભાવ મળ્યો છે અને અમારે જમીન વે.ચવામાં કોઈ રૂપિયો કોઈને આપવો પડ્યો નથી.

ગોંડલની સીટ જીતવી હોય તો રીબડા પંથક અતિ મહત્વનું

ગોંડલ વિધાનસભા બેઠકની જીત માટે રીબડા પંથક ખૂબ જ મહત્વનો છે અત્યાર સુધીમાં ગોંડલની લીડ 15000 મતોની છે જેની સામે રીબડા પંથકમાંથી 12000 થી 13000 મત મળે છે અત્યાર સુધીમાં ભાજપને ભાદરકાંઠા વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી મત તૂટે છે ગોંડલ શહેરમાંથી ભાજપને જે મત મળે છે તે તૂટેલી લીડની ખાદ પૂરે છે જ્યારે રીબડા પંથક ભાજપને લીડ માટે અતિ મહત્વનું સાબિત થાય છે જો રીબડા પંથક કોઈ રાજકીય પાર્ટી થી નારાજ થાય તો તેની અસર પરિણામ પર પડે છે.ત્યારે આ અંગે ભાજપનું મવડી મંડળ શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું,

Published On - 6:47 pm, Thu, 29 September 22

Next Article