Gujarat Election 2022 : જાણો સુરત શહેરની વિધાનસભા બેઠકોમાં ભાજપે કોની કાપી ટિકિટ, તો કોને આપી ત્તક

થોડીવારમાં ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. જો કે આ પહેલા અહેવાલ મળી રહ્યા છે કે સુરતમાં ચોર્યાસી અને ઉધના બેઠક સિવાય તમામ બેઠક પર ઉમેદવારને કરાયા રિપીટ કરાયા હોવાના અહેવાલ છે.

Gujarat Election 2022 : જાણો સુરત શહેરની વિધાનસભા બેઠકોમાં ભાજપે કોની કાપી ટિકિટ, તો કોને આપી ત્તક
Gujarat Election 2022
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:44 AM

ભાજપ થોડીવારમાં ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરશે. આ પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતમાં ચોર્યાસી અને ઉધના બેઠક સિવાય તમામ બેઠક પર ઉમેદવારને કરાયા રિપીટ કરાયા હોવાના અહેવાલ છે. જો વિગતે વાત કરીએ તો સુરત ઇસ્ટ બેઠક પર અરવિંદ રાણા, સુરત નોર્થ બેઠક પર કાંતિ બલલર, વરાછા બેઠક પર કિશોર કાનાણી, કરંજ બેઠક પર પ્રવીણ ગોધારી, લિબાયત બેઠક પર સંગીતા પાટીલ, કતારગામ બેઠક વીનું ભાઈ મોરડીયા, મજુરા બેઠક પર હર્ષ સંઘવી, સુરત વેસ્ટ બેઠક પર પૂર્ણેશ મોદી, કામરેજ બેઠક પર વિ ડી ઝલવાડિયા અને  ઉધના બેઠક પર મનુ ભાઈ પટેલને રિપિટ કરવામાં આવ્યા છે.

થોડીવારમાં જાહેર થશે ભાજપની યોદી

ઉમેદવારોને લઇને 75 વર્ષની વય મર્યાદા નક્કી કરવાની માહિતી પણ મળી રહી છે. તેની સાથે જ કોઇપણના પરિવારજન કે સગાને ટિકિટ નહીં મળે તેવી પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય તે બોર્ડ લેતુ હોય છે. તો અનેક જગ્યાએ નો રિપીટ થીયરી આવે તેવુ લાગી રહ્યુ છે.જો કે પ્રથમ યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. તો આર સી ફળદુ અને સૌરભ પટેલ પણ આ રેસ ની બહાર છે.