Gujarat Election 2022 : બીજા તબક્કા માટે ભાજપનો મેરેથોન પ્રચાર, PM મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો મેદાને

ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે પણ પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. તો આ તરફ અમિત શાહ પણ રોડ-શો યોજી ભાજપ તરફી માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરશે.

Gujarat Election 2022 : બીજા તબક્કા માટે ભાજપનો મેરેથોન પ્રચાર, PM મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો મેદાને
BJP Election Campaign
| Edited By: | Updated on: Dec 02, 2022 | 9:07 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાનુ મતદાન પૂર્ણ થઇ ગયુ  છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં લીધી છે. ગુજરાત પ્રવાસના આજે બીજા દિવસે પણ પીએમ મોદી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે.

ઉત્તર ગુજરાત ગજવશે વડાપ્રધાન મોદી

આજના પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરાતમાં પીએમ મોદી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં 11 કલાકે જનસભાને સંબોધન કરશે, ત્યારબાદ પીએમ મોદી પાટણ પહોંચશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધુંઆધાર પ્રચાર કરશે. પાટણ બાદ પીએમ મોદી બપોરે 2-45 કલાકે આણંદના સોજીત્રામાં પહોંચશે અને જનસભાને સંબોધન કરશે. તો સાંજે 6 વાગે અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે. તો બીજી તરફ ગૃહ પ્રધાન અમિત શાહ પણ વડોદરામાં રોડ-શો યોજી ભાજપ તરફી માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરશે.

મોટાભાગની બેઠકો આવરી શકાય તે પ્રમાણે આયોજન

બીજા તબક્કા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વડોદરામાં ભવ્ય રોડ શો યોજશે. બપોરે 4 કલાકે પ્રતાપનગર રોડથી અમિત શાહના રોડ શોનો પ્રારંભ થશે. જે બાદ ચોખંડી, માંડવી, ચાંપાનેર, અડાણિયા પુલ ચાર રસ્તા અને કોયલી ફળિયાથી નિકળી જ્યુબેલીબાગ ખાતે પૂર્ણ થશે. વડોદરાની મોટાભાગની બેઠકો અમિત શાહના રોડ શોમાં આવરી લેવાશે. અને બીજા તબક્કાના મતદાન માટે મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.

Published On - 7:31 am, Fri, 2 December 22