ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનો શપથ વિધિ કાર્યક્રમ સોમવારે બપોરે 2 વાગે યોજાશે

|

Dec 11, 2022 | 9:59 PM

ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે.

ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનો શપથ વિધિ કાર્યક્રમ સોમવારે બપોરે 2 વાગે યોજાશે
Bhupendra Patel Swearing In Ceremony

Follow us on

ગુજરાતના મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે.

આ પૂર્વે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

નવા મંત્રીમંડળમાં કેબિનેટમાં કોણ ?

જો કેબિનેટની વાત કરવામાં આવે તો કિરીટસિંહ રાણા, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અથવા રમણ વોરા, મુળુ બેરા, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, જીતુ વાઘાણી, ગણપત વસાવા આ ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. 11 નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ભાજપના ઘણા સિનિયર ચહેરાઓ છે. આ ચહેરાઓને જાતિગત સમીકરણને લઇને કેબિનેટમાં સ્થાન મળી શકે તેમ છે. ઝોન વાઇસ પણ આ નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

Next Article