પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતથી વિજય મેળવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) પર છે. આ માટે આપના મોટા ચહેરા એટલે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન (Bhagwant Mann )ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શુક્રવારે રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આ બંનેનું આગમન થયું. આ બંને નેતાઓ આજે અમદાવાદ (Ahmedabad) પૂર્વમાં રોડ શો યોજવાના છે. રોડ શો માટેની પોલીસ પરવાનગી પણ મળી ગઇ છે. ત્યારે અરવિંદ કેજરીવાલે રોડ શોની મંજુરી આપવા બદલ પોલીસનો આભાર પણ માન્યો હતો.
Arvind Kejriwal Rally Live Updates: અરવિંદ કેજરીવાલે કહ્યું કે અહીં આવીને શાંતિનો અનુભવ થાય છે. તેમણે કહ્યું કે તેઓ પહેલા પણ અહીં આવી ચૂક્યા છે, પરંતુ દિલ્લીના સીએમ બન્યા બાદની આ તેમની પહેલી મુલાકાત છે. આશ્રમની મુલાકાત બાદ બંને નેતા ત્યાંથી ફરી હોટલ પર જવા રવાના થયા હતા.
Arvind Kejriwal Rally Live Updates: ગાંધી આશ્રમમાં પત્રકારોએ કેજરીવાલને રાજકારણ વિશેનો સવાલ પુછતાં જ કેજરીવાલે કહ્યું કે રાજનીતીની વાત પછી કરીશું, આ પવિત્ર સ્થાન છે અહીં રાજનીતિની કોઈ વાત કરાશે નહીં. આટલું કહીને તેઓ ત્યાંથી આગળ વધી ગયા હતા.
Arvind Kejriwal Rally Live Updates: ગાંધી આશ્રમ ખાતે કેજરીવાલે કહ્યું કે અમે ગાંધીજીને નમન કરવા આવ્યાં છીએ. ગાંધીજીને નમન કરીને ધન્યતા અનુભવી છે. ભગવત માને જણાવ્યું કે આહીં આવીને ગાંધીજી અને તેમના આંદોલનો વિશે ઘણું જાણવા મળ્યું છે.
Arvind Kejriwal Rally Live Updates: ગાંધી આશ્રમમાં બંને નેતાઓએ વિઝીટ બુકમાં નોંધ કરી હતી. બંને નેતાઓએ ગુજરાતમાં અભિયાન શરૂઆત ગાંધી આશ્રમથી કહી હતી.
Arvind Kejriwal Rally Live Updates: કેજરીવાલ અને ભગવત માને ગાંધી આશ્રમના પ્રાંગણમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પ્રણામ કર્યાં હતાં અને સુરતની આંટી પહેરાવી હતી.
Arvind Kejriwal Rally Live Updates: ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચેલા કેજરીવાલ અને ભગવત માને ગાંધીજી સાથે જોડાયેલી તમામ વસ્તુઓ નીહાળી હતી. બંને નેતાઓએ ગાંધીજીનો ચરખો પણ કાંત્યો હતો.
Arvind Kejriwal Rally Live Updates: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે ગાંધીજીની યાદગીરીઓને નીહાળી હતી.
Arvind Kejriwal Rally Live Updates: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ગાંધી આશ્રમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સીએમ સિક્યુરિટીના અધિકારીઓ પહોંચ્યા છે. ગાંધી આશ્રમમાં ગાંધી પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરશે, હૃદય કુંજની મુલાકાત લેશે અને ચરખો પણ ચલાવશે. રોડ શો પહેલાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીઆશ્રમની મુલાકાત કરશે. 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાની આ મુલાકાત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
Arvind Kejriwal Rally Live Updates: દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન અમદાવાદમાં આવ્યા છે ત્યારે તેમની સુરક્ષા માટે પંજાબ પોલીસ પણ અમદાવાદ પહોંચી છે અને બંને નેતા જે હોટલમાં રોકાયા છે ત્યાં ગુજરાત પોલીસની સાથે પંજાબ પોલીસના જવાનો પણ ગોઠવાઈ ગયા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કેજરીવાલ પર હુમલો થવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે પંજાબ પોલીસ આ બંને નેતાઓની સુરક્ષા પર ચાંપતી નજર રાખશે.
Arvind Kejriwal Rally Live Updates: દિલ્લી અને પંજાબના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન અમદાવાદ આવ્યા છે. અમદાવાદની હોટલ તાજ સ્કાઈલાઇન ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. હોટેલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Arvind Kejriwal Rally Live Updates:
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનના ગુજરાત પ્રવાસના કાર્યક્રમોની વિગત.
તારીખ સમય કાર્યક્રમની માહિતી
1 એપ્રિલ સાંજે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
1 એપ્રિલ સાંજે 9.00 કલાકે તાજ સ્કાયલાઈન હોટેલ, સિંધુભવન ખાતે રાત્રી રોકાણ
2 એપ્રિલ સવારે 10.00 કલાકે ગાંધીઆશ્રમની મુલાકાત માટે રવાના થશે
2 એપ્રિલ સવારે 10.15 કલાકે ગાંધીઆશ્રમની મુલાકાત
2 એપ્રિલ સવારે 10.45 કલાકે | ગાંધીઆશ્રમથી રવાના થઈ તાજ સ્કાયલાઈન હોટેલ પહોંચશે
2 એપ્રિલ બપોરે 3.30 ક્લાકે તાજ સ્કાયલાઈન હોટેલથી નીકળી “તિરંગા યાત્રા”માં ભાગ લેવા માટે રવાના
2 એપ્રિલ સાંજે 4.00 કલાકે નિકોલ, ખોડિયારમાતાજી મંદિરથી શરુ થનાર – તિરંગા યાત્રા” માં હાજરી
2 એપ્રિલ સાંજે 6.00 કલાકે યાત્રા પુર્ણાહુતી બાદ તાજ સ્કાયલાઈન હોટલ જવા રવાના થશે
2 એપ્રિલ સાંજે 7.00 કલાકે તાજ સ્કાયલાઈન હોટલ ખાતે રાત્રી રોકાણ
3 એપ્રિલ | સવારે 10.30 કલાકે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન
3 એપ્રિલ સાંજે 5.30 કલાકે તાજ સ્કાયલાઇન હોટલથી એરપોર્ટ જવા નીકળશે
3 એપ્રિલ સાંજે 6.00 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
આ સમગ્ર રોકાણ દરમ્યાનઅરવિંદ કેજરીવાલ ગુજરાતના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિઓ સાથે ચર્ચા મુલાકાત કરશે.
Published On - 9:00 am, Sat, 2 April 22