PM Modi Gujarat Visit : અને નરેન્દ્ર મોદી બોલી ઉઠ્યા કે જ્યાં સુધી સુરતની જનતાને પાણી નહીં મળે ત્યાં સુધી હું પાણી નહીં પીઉં

પ્રધાનમંત્રી મોદી જ્યારે સંઘના પ્રચારક અને તત્કાલિન મુખ્યમંત્રી હતા તે સમયની સુરત અને ભાવનગર સાથેની વિશેષ સ્મૃતિઓ છે. આજે વડાપ્રધાન જ્યારે સુરત અને ભાવનગરની મુલાકાતે છે ત્યારે તેમની સાથે રહી ચૂકેલા સંઘ પ્રચારકો તેમજ અધિકારીઓએ વડાપ્રધાન સાથેના સંસ્મરણો વહેંચ્યા હતા.

PM Modi Gujarat Visit : અને નરેન્દ્ર મોદી બોલી ઉઠ્યા કે જ્યાં સુધી સુરતની જનતાને પાણી નહીં મળે ત્યાં સુધી હું પાણી નહીં પીઉં
PM Narendra Modi
| Edited By: | Updated on: Sep 29, 2022 | 12:42 PM

વડાપ્રધાન મોદી આજે સુરત,  (Surat) ભાવનગર તેમજ અમદાવાદના પ્રવાસે છે ત્યારે આ ત્રણેય જિલ્લા એવા છે જ્યાં તેમણે સંઘના (RSS sangh) કાર્યકર્તા તરીકે પુષ્કળ ભ્રમણ કર્યું છે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પણ અવાર નવાર મુલાકાત લીધી હતી. આજે જ્યારે વડાપ્રધાન આ જિલ્લાઓમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ ધરી રહ્યા છે ત્યારે ભૂતકાળમાં તેમની સાથે જોડાયેલા મહાનુભાવોએ નરેન્દ્ર મોદીને સંઘના કાર્યકર્તા, તત્કાલિન મુખ્યમંત્રી (Chief Minister) તરીકેના સંસ્મરણો વહેચ્યા હતા. વડાપ્રધાન મોદી પહેલેથી જ જનતા સાથે જોડાયેલા રહેવા તત્પર રહેતા હતા.

આ અંગે ભાવનગરમાં રહેતા સંઘના કાર્યકર્તા દિનેશ ખાટસૂરિયાએ પ્રચારક તરીકેના નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) સાથેના સ્મરણોની સ્મૃતિ કરતા કહ્યું હતું કે ” નરેન્દ્ર મોદી  વર્ષો અગાઉ જ્યારે  સંઘ શિક્ષા વર્ગમાં આવ્યા હતા ત્યારે પાલિતાણા અને ભાવનગરમાં વર્ગ હતો. તે સમયે સંઘ શિક્ષા વર્ગથી શાખા સ્થળ 4 કિલોમીટર દૂર હતું, તેથી અમે એવું વિચાર્યું કે નરેન્દ્ર ભાઈ માટે ગાડી કે વાહનની વ્યવસ્થા કરી દઇએ , જોકે આ બાબત જાણીને તેમણે વાહનની વ્યવસ્થા લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો અને 4 કિલોમીટર ચાલીને જ જવાનું પસંદ કર્યું હતું . તેમણે એમ પણ કહ્યું કે આટલે દૂર શાખામાં બાળકો પણ આવે છે અને અન્ય કાર્યકર્તા પણ આવે છે તો તેમના માટે જરૂરી વ્યવસ્થા કરજો. આમ નરેન્દ્ર મોદી પહેલેથી જ લોકો સાથે જોડાયેલા રહેવા માંગતા હતા. ”

 

સુરતવાસીઓને પૂરની પિરસ્થિતિમાં પહોંચ્યા હતા તત્કાલિન મુખ્યમંત્રી મોદી

સુરતમાં વર્ષ 2006ના ઓગસ્ટ માસમાં અતિ ભયંકર પૂર આવ્યું હતું. જેમાં મોટા ભાગનું સૂરત શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વેપાર ધંધા ઠપ થઈ ગયા હતા આવા સમયે તત્કાલિન મુખ્યમંત્રી મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. આ અંગે પૂર્વ આઇએએસ અને ભાજપ નેતા એમ.એસ. પટેલે જણાવ્યું હતું કે ”અમે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવાના પ્રયત્નો કરી રહ્યા હતા કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો હતો ત્યારે અમને સંદશો મળ્યો કે નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે અને પૂર પીડિતોની પરિસ્થિતિ જાણવા આવી રહ્યા છે. ત્તકાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આવીને તુરંત કહ્યું કે મારે સૌથી ખરાબ પરિસ્થિતિ હોય તેવા એરિયાની મુલાકાત લેવી છે . આથી અમે તેમને તેવા એરિયામાં લઈ ગયા હતા જ્યાં લોકો મુખ્યમંત્રીને ખાલી વાસણો બતાવીને એવો સંદેશો આપી રહ્યા હતા કે તેઓને પીવાનું પાણી પણ મળ્યું નથી. મુલાકાત બાદ તેઓ કંટ્રોલ રૂમની મુલાકાતે આવ્યા અને મિટિંગ શરૂ કરી ત્યારે પ્યૂને તેમને પાણી આપ્યું તો નરેન્દ્ર મોદીએ પાણીનો ગ્લાસ સાઇડમાં મૂકીને કહ્યું કે જ્યાં સુધી સુરતવાસીઓને પાણી નહીં મળે ત્યાં સુધી હું પાણી નહીં પીઉં. તેમણે આટલું કહ્યા પછી જે કામ 48 કલાકમાં થવાનું હતું તે 24 કલાકમાં થઈ ગયું હતું.”

તો ભાવનગરમાં પીયૂષ  મહેતા તેમજ મહેન્દ્ર પંડ્યાએ પણ મોદી પ્રચારક તરીકે આવતા ત્યારે કેટલી સમયબદ્ધતા અને શિસ્ત સાથે કામ કરતા હતા તે અંગે જણાવ્યું હતું કે વડાપ્રધઆન મોદી પહેલેથી જ માઇક્રો પ્લાનિંગ ખૂબ સરસ રીતે કરી જાણે છે.

Published On - 12:42 pm, Thu, 29 September 22