Ahmedabad : વંદે ભારત ટ્રેનના અકસ્માત કેસમાં રખડતા પશુના માલિક વિરૂદ્ધ ગુનો દાખલ

|

Oct 06, 2022 | 11:39 PM

અમદાવાદમાં(Ahmedabad)  વંદે ભારત ટ્રેનના(Vande Bharat Train)  અકસ્માત (Accident) કેસમાં ગુનો દાખલ થયો છે.રખડતા પશુના માલિક વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે.RPFના વટવા ડિવિઝનમાં પશુ માલિક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

અમદાવાદમાં(Ahmedabad)  વંદે ભારત ટ્રેનના(Vande Bharat Train)  અકસ્માત (Accident) કેસમાં ગુનો દાખલ થયો છે.રખડતા પશુના માલિક વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે.RPFના વટવા ડિવિઝનમાં પશુ માલિક વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.રેલવેના પ્રતિબંધિત વિસ્તારમાં રખડતાં ઢોર ફરી રહ્યા હતા જેને લઈને સ્ટેશન માસ્તરે ફરિયાદ નોંધાવી છે. રેલવે RPFએ વધુ તપાસ શરૂ કરી છે.. સવારે વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જેમાં સવારે મુંબઈથી ગાંધીનગર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વટવા પાસે બે ભેંસ અથડાઈ હતી..ફૂલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી ગઈ હતી.

ટ્રેન ફૂલ સ્પીડમાં હોવાથી આ અકસ્માત સર્જાયો હતો

રેલવેના પાટા પર આવી ચઢેલી ગાયને જોતા જ ટ્રેનના ચાલકે ટ્રેનને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેન ફૂલ સ્પીડમાં હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. જો કે અકસ્માત બાદ એન્જિનના આગળના હિસ્સાનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.

Next Video