વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજનું મહાસંમેલન, અનામત સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા,જેમાં સમાજ સાથે રહેનારા પક્ષને જ સમર્થન આપવુ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજનું મહાસંમેલન, અનામત સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
Koli Samaj convention
| Edited By: | Updated on: Sep 22, 2022 | 7:34 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022)  નજીક આવી રહી છે ત્યારે વિવિધ સમાજો પોતાની વિવિધ માંગ લઈને સંમેલનો કરી રહી છે. પોતાનું વર્ચસ્વ બતાવવા પ્રયાસ કરવા સાથે દરેક સમાજ તેની નોંધ લે તેવો પ્રયાસ કરી રહી છે, ત્યારે રાજકોટના (Rajkot)  જસદણના(Jasdan)બાખલવડ ગામે કોળી સમાજનું મહાસંમેલન મળ્યું હતુ. જેમાં જસદણ, વિછિયા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. કોળી સમાજે (Koli Samaj) સરકાર સમક્ષ વિવિધ 9 માગ રજૂ કરવા ચર્ચા કરી.  તો સમાજ સાથે રહેનારા પક્ષને જ સમર્થનનો પ્રસ્તાવ રજૂ થયો હતો. સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા.

શિક્ષત યુવકો રાજકારણમાં પ્રવેશે તેવુ આહ્વાન કરાયુ

આ સંમેલન માં કોળી સમાજે  વસ્તીને લઈને અનામતની માંગ મુદે પણ ચર્ચા થઈ. તો દરેક જિલ્લમાં કોળી સમાજની છાત્રાલય સહિત કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર બજેટ આપે તેવા 9 જેટલા પ્રશ્નોની માંગ સાથે કોળી સમેલન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજના આગેવાનો હવે રાજકીય પ્રવેશ કરે તેવુ પણ આહ્વાન કરવામાં આવ્યુ.

ખાસ કરીને કોળી સમાજના શિક્ષત યુવકો હવે રાજકારણમાં (Politics) પ્રવેશે તેના પર પણ ચર્ચા થઈ. ત્યારે હાલ કોળી સમાજ પોતાનું રાજકીય મહત્વ સાબિત કરવા પણ મથામણ થતી હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે.

 

Published On - 7:32 am, Thu, 22 September 22