ગુજરાતની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે અને વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ આપ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે. ભૂપત ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાવાનું નક્કી કરતા AAPને મોટો ઝાટકો લાગ્યો હતો. ચૂંટણી પરિણામોમાં AAP ને કુલ પાંચ બેઠક મળી હતી . તેમાંથી વિસાવદર બેઠક ઉપરના ધારાસભ્યએ આપ છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. નવી શપથ વિધી પહેલા જ આ મોટા સમાચાર સામે આવ્યા હતા. ઉપરાંત સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે આપના અન્ય 4 ધારાસભ્યો પણ ભાજપના મોવડી મંડળના સંપર્કમાં છે.
AAP victorious candidate in #GujaratElections from Visavadar seat to join BJP ; all AAP winning candidates in touch with BJP: Sources#Gujarat #TV9News pic.twitter.com/LhN54zBdMj
— Tv9 Gujarati (@tv9gujarati) December 11, 2022
ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રીબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા. ભૂપત ભાયાણી બે વર્ષ પહેલા જ ભાજપમાંથી AAPમાં જોડાયા હતા, પરંતુ ચૂંટણી જીતતા જ હવે AAP પ્રત્યેનો તેમનો મોહ અચાનક જ તૂટી ગયો છે અને ભાયાણી ઘરવાપસી તરફ વળી ગયા છે.. જો કે, AAPની કફોડી સ્થિતિ આટલેથી અટકે તેવું લાગતું નથી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..