નન્હા મુન્હા રાહી હૂં…-ચાર વર્ષનો બાળક આર્મી મેન બની મતદાન સુરક્ષામાં જોતરાયો, મતદારોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર-જુઓ બાળકની ખુમારી

|

Dec 01, 2022 | 3:12 PM

Surat News : સુરતના રાંદેર ગામના મોટી ફળીમાં રહેતો ચાર વર્ષનો બાળક સ્વયમ પટેલ આર્મી મેન બની મતદાન સુરક્ષામાં જોડાઈ ગયો છે. ચાર વર્ષના બાળકનું આર્મી ઓફિસર બનવાનું સપનું છે.

નન્હા મુન્હા રાહી હૂં...-ચાર વર્ષનો બાળક આર્મી મેન બની મતદાન સુરક્ષામાં જોતરાયો, મતદારોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર-જુઓ બાળકની ખુમારી
Surat Rander polling booth News

Follow us on

હાલ ગુજરાત વિધાનસભા ઇલેક્શનના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. આ મતદાન પ્રક્રિયામાં શાંતિ પ્રિય માહોલમાં પૂર્ણ થાય અને કોઈ અનિચ્છનીય કે ગેર પ્રવૃતિ ન થાય તે માટે સુરત પોલીસની સાથે આર્મીની ટીમ પણ શહેરમાં અને મતદાન બુથ સેન્ટર પર તૈનાત જોવા મળી છે. ત્યારે આ બધાની વચ્ચે સુરતના રાંદેરમાં રહેતો ચાર વર્ષનો બાળક આર્મીના કપડાં પહેરી સવારથી જ આર્મી જવાનોની સાથે સુરક્ષામાં લાગી ગયો છે.

ચાર વર્ષનો બાળક મતદાન સુરક્ષામાં જોડાયો

સુરતના રાંદેર ગામના મોટી ફળીમાં રહેતો ચાર વર્ષનો બાળક સ્વયમ પટેલ આર્મી મેન બની મતદાન સુરક્ષામાં જોડાઈ ગયો છે. ચાર વર્ષના બાળકનું આર્મી ઓફિસર બનવાનું સપનું છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના પ્રથમ ચરણનું આજે મતદાન ચાલી રહ્યું છે દરમિયાન આર્મીની સાથે પોતે પણ મતદાન સુરક્ષામાં જોડાઈ ગયો છે. ચાર વર્ષનો સ્વયં પટેલ રાંદેરમાં આવેલી લોકમાન્ય શાળામાં ચાલી રહેલા મતદાન પ્રક્રિયામાં સુરક્ષા આપી રહ્યો છે.

આર્મીના કપડાં અને ગન સાથે બાળક દ્વારા સુરક્ષા

ચાર વર્ષનો સ્વયમ પટેલ આર્મીના કપડાં પહેરી અને સાથે આર્મી મેન જે ગન લઈને ફરતા હોય છે તે જ પ્રકારની ઘન પોતાની સાથે રાખી સુરક્ષામાં વહેલી સવારથી જ ઉભો રહી ગયો છે. લોકમાન્ય સ્કૂલની બહાર આર્મીના જવાનો સુરક્ષા આપી રહ્યા છે. તેની સાથે-સાથે ચાર વર્ષનો આ બાળક પણ તેમની જ સ્ટાઈલમાં સુરક્ષા આપી રહ્યો છે. સુરક્ષાની સાથે-સાથે આવતા જતા તમામને મતદાન જાગૃતિનો પણ સંદેશ પાઠવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મતદાન કરવા આવનારમાં આકર્ષણનું કેન્દ્ર

ચાર વર્ષના બાળકનું શોખ અને તેનું સપનું મતદાન કરવા આવનાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વહેલી સવારે સાત વાગ્યાથી જ્યારે મતદાન પ્રક્રિયા માટેનું આ બૂથ શરૂ થયું ત્યારથી આ સ્વયમ પટેલ પણ આર્મીના જવાનોનો ડ્રેસ પહેરીને આર્મી જવાનો સાથે સુરક્ષા કરતો ઉભો રહી ગયો છે. બાળકની ખુમારી અને આર્મી સાથેનું પેશન જોઈ આવતા જતા તમામ મતદારોમાં પણ તે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. લોકો આ બાળકને જોઈ તેની સાથે સેલ્ફી પણ પડાવી રહ્યા છે અને તેના આ કાર્યથી પ્રેરણા પણ મેળવી રહ્યા છે તો ઘણા બાળકના આ કાર્યને આવકારી વધાવી રહ્યા છે.

Next Article