ગુજરાતમાં ડૂબતી કોંગ્રેસને (Gujarat Congress) તારવા આજે કોંગ્રેસના સિનિયર નેતાઓની રીવ્યુ બેઠક મળશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રધુશર્માએ (Raghu Sharma) આ બેઠક બોલાવી છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (gujarat Assembly election) જંગ જીતવા હાલ કોંગ્રેસ પાર્ટી પણ એડી ચોટીનુ જોર લગાવી રહી છે.
કોંગ્રેસના 33 નેતાઓને અલગ- અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે આજે બેઠકમાં (Congress Meeting) નેતાઓ સાથે જિલ્લા પ્રમાણે થયેલા ચુટંણીલક્ષી કામ અને રણનિતિની ચર્ચા થશે. જે-તે જિલ્લામાં રહેલી વિધાનસભા બેઠકમાં કોંગ્રેસની (Congress) સ્થિતિ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ઉપરાંત સ્ક્રીનિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણયોથી સિનિયર નેતાઓને માહિતગાર કરવામાં આવશે.
વિધાનસભા ચૂંટણી પહેલા મતદાતાઓનો વિશ્વાસ સંપાદિત કરવા રાજકીય પાર્ટીઓ (Political party) વાયદાઓનો વેપાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ અનેક વાયદાઓ આપ્યા બાદ હવે આ રાજનીતિમાં કોંગ્રેસે પણ એન્ટ્રી મારી છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર (Congress Govt) બનશે તો ખેડૂતોના 3 લાખ સુધીના દેવામાફી અને 500 રૂપિયામાં ગેસની બોટલ આપવા સહિતના 8 વાયદાઓ આપ્યા.
આમ આદમી પાર્ટીએ ‘કેજરીવાલની ગેરંટી’ ના નામે શિક્ષણ, રોજગારી, મહિલા અધિકાર, ખેડૂત દેવા માફી સહિતના મુદ્દાઓ પર ગુજરાતમાં વચનોની લ્હાણી કરી છે. જેને ભારતીય જનતા પાર્ટી ‘રેવડી’ સાથે સરખાવી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ શું રાજ્યની જનતા માટે શું કરશે તેના 8 વચનો આપ્યા. જેમાં કોંગ્રેસની સરકાર બન્યાના એક મહીનામાં ખેડૂતોના (Farmer) 3 લાખ સુધીના દેવા માફ કરવા, ગેસની બોટલ 500 રૂપિયામાં આપવી, કોવિડ મૃતકને 4 લાખનું વળતર સહિતના વચનો અપાયા.