Election 2022: સંજય રાઉતની જાહેરાત- યુપીમાં 50થી 100 સીટો પર ચૂંટણી લડશે શિવસેના, ગોવા ભાજપમાં ભાગલા માટે ગણાવ્યા ફડણવીસને જવાબદાર

|

Jan 12, 2022 | 6:56 PM

ગોવાની ચૂંટણી વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, 'શિવસેનાની લડાઈ ગોવામાં ફક્ત એટલી જ રહી છે કે તે લોકોએ ડીપોઝીટમાં જે નોટ ખર્ચ કરવામાં આવી છે તેને જપ્ત થતી કેવી રીતે બચાવવી.'

Election 2022: સંજય રાઉતની જાહેરાત- યુપીમાં 50થી 100 સીટો પર ચૂંટણી લડશે શિવસેના, ગોવા ભાજપમાં ભાગલા માટે ગણાવ્યા ફડણવીસને જવાબદાર
Sanjay Raut (File Image)

Follow us on

એક તરફ દેશભરમાં કુદરતના કહેરથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના ગોવાના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) વિધાનસભા ચૂંટણી 2022ની (Assembly Election 2022) સંભાવનાઓ વિશે વાત કરતા શિવસેના પર કટાક્ષ કર્યો હતો.

તેમણે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે ‘શિવસેનાની લડાઈ ગોવામાં ફક્ત એટલી જ રહી છે કે તે લોકોએ ડીપોઝીટમાં જે નોટ ખર્ચ કરવામાં આવી છે તેને જપ્ત થતી કેવી રીતે બચાવવી.’ તેમના જવાબમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આજે (12 જાન્યુઆરી, બુધવાર) મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘એ વાત સાચી છે કે લડાઈ નોટોની છે. મહારાષ્ટ્રમાંથી નોટો ભરી ભરીને જે બેગ મોકલવામાં આવી રહ્યા છે. અમારી લડાઈ એ નોટો સામે છે.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

સંજય રાઉતે વધુમાં કહ્યું કે ‘ફડણવીસ મહારાષ્ટ્રથી ગોવા ગયા છે. પરંતુ ગોવા જતાની સાથે જ ભાજપમાં ભાગલા પડી ગયા છે. ગઈકાલે એક મંત્રીએ ભાજપ છોડી દીધું. ભાજપની અંદર જ લડાઈ શરૂ થઈ રહી છે. જ્યારે શિવસેના સામાન્ય લોકો માટે હિન્દુત્વ માટે લડતી પાર્ટી છે. તેઓ ઈચ્છે તેટલી નોટો વરસાવે, નોટો સામેની આ લડાઈ  શિવસેના પણ જોરદાર રીતે લડશે.

શિવસેના ઉત્તર પ્રદેશમાં 50થી 100 સીટો પર લડશે ચૂંટણી

આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા જાહેરાત કરી કે શિવસેના ઉત્તર પ્રદેશમાં 50થી 100 સીટો પર ચૂંટણી લડશે. સંજય રાઉતે કહ્યું કે તેઓ આ સંદર્ભે આવતીકાલે (13 જાન્યુઆરી, ગુરુવાર) પશ્ચિમ ઉત્તર પ્રદેશની મુલાકાતે છે.

નોટોની લડાઈ કે નોટાની લડાઈ? ફડણવીસે TV9ને જણાવ્યું

સંજય રાઉતના નોટોની લડાઈના પ્રશ્ન પર દેવેન્દ્ર ફડણવીસે પલટવાર કર્યો છે. તેમણે આજે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને કહ્યું કે ‘આ લડાઈ નોટોની તો છે, પરંતુ EVM મશીનમાં જે NOTA બટન રહે છે, તે નોટામાં પડતા મતો જેટલા પણ શિવસેનાને મત મળી જાય તો પણ તેમના માટે પુરતા હશે. એટલા માટે જ તેઓ ચૂંટણી લડી રહ્યા છે.

‘યુપીમાં 13 ધારાસભ્યો ભાજપ છોડશે તો પવાર ક્યારે બનશે PM?’

સંજય રાઉત ઉપરાંત એનસીપી ચીફ શરદ પવારે પણ મંગળવારે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં ભવિષ્યવાણી કરી છે કે મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યનું રાજીનામું માત્ર શરૂઆત છે, આગામી દિવસોમાં 13 ધારાસભ્યો ભાજપ છોડવાના છે. તેના જવાબમાં મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મંગળવારે તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, ‘કર્મકાંડનો વિરોધ કરનારા શરદ પવાર ક્યારે જ્યોતિષી બન્યા?

શરદ પવાર અને સંજય રાઉતની આગાહીઓ મનોરંજન માટે સારી છે. ગોવા અને ઉત્તર પ્રદેશની ભવિષ્યવાણી કરવાને બદલે આ બે મહાપુરુષોએ મહારાષ્ટ્રનું ભવિષ્ય જણાવવું જોઈએ. સંજય રાઉત જણાવે છે કે શરદ પવાર ક્યારે વડાપ્રધાન બનવાના છે. ઉદ્ધવ ઠાકરે ક્યારે ઘરેથી બહાર નીકળવાના છે. હાલમાં રાજ્યમાં રાજા પણ વર્ક ફ્રોમ હોમ અને પ્રજા પણ વર્ક ફ્રોમ હોમ.

‘હિમાલયની ઊંચાઈ, ભાજપને નહીં દેખાય’

તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘ઉદ્ધવ ઠાકરેનું કામ સારી રીતે શરૂ થયું છે. તેઓ 13મીએ પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં હાજરી આપશે. શરદ પવારનું હિમાલય અને સહ્યાદ્રી જેવું ઉમદા વ્યક્તિત્વ તમારા જેવા નાના ટેકરાઓને દેખાશે નહીં. પીએમ પદ મળવાથી વ્યક્તિનું કદ ઊંચું થતું નથી.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો : મહાબળેશ્વરમાં શિમલા જેવો અનુભવ, 15 જાન્યુઆરી સુધી આ શહેરોમાં કોલ્ડવેવની આગાહી

Next Article