પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇ મોટા સમાચાર, ભાજપ સાથે જોડાય તેવી અટકળો તેજ

|

Apr 05, 2022 | 6:40 PM

નરેશ પટેલ ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઈ છે. એવું જાણવા મળી રહ્યું છે કે નરેશ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે.

પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઇ મોટા સમાચાર, ભાજપ સાથે જોડાય તેવી અટકળો તેજ
Naresh Patel (File photo)

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે તેમ તેમ રોજ ગુજરાત (Gujarat)ની રાજકારણમાં પણ હલચલ થતી જઇ રહી છે. એક તરફ પક્ષ પલટાના અનેક સમાચાર સામે આવે છે. તો બીજી તરફ ગુજરાતના સમાજ સેવા કરનારા મોટા ચહેરાઓ પણ હવે જુદા જુદા ચહેરાઓ રાજકીય પક્ષોમાં જોડાઇ શકે છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) કેસરિયા કરે તેવી શક્યતા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર એક સપ્તાહ બાદ નરેશ પટેલ ભાજપમાં જોડાઇ શકે છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નરેશ પટેલ ભાજપના કેન્દ્રીય અને પ્રાદેશિક નેતૃત્વના સીધા સંપર્કમાં છે. સૂત્ર મુજબ ટૂંક સમય પહેલા જ નરેશ પટેલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. સાથે જ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ નરેશ પટેલે બેઠક કરી હતી. જોકે નરેશ પટેલે આ અંગે હજુ સુધી કોઇ ખુલાસો કે સ્પષ્ટતા નથી કરી. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પર નરેશ પટેલ સંમતિની ક્યારે મહોર મારે છે તે જોવું રહ્યું.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

મહત્વનું છે કે છેલ્લા દોઢ-બે મહિનામાં નરેશ પટેલે અવારનવાર મીડિયા સમક્ષ પોતે રાજકારણમાં આવવા માગતા હોવાનું કહી ચૂક્યા છે. જોકે, સમાજના લોકો કહેશે તેમ કરીશ તેવી વાતો પણ તેમણે અનેક વાર કરી છે. આ પહેલા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના છે તેવી અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં, કોંગ્રેસે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાના પણ દાવા કરવામાં આવ્યા હતા. જોકે, તે પછી તેના વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.

આ સિવાય આમ આદમી પાર્ટી તરફથી પણ તેમને તેમના પક્ષમાં જોડાવાનું આમંત્રણ અપાયુ હતુ. જો કે તેની અટકળો પણ ધીમે ધીમે શાંત થઇ. જો કે હવે તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઈ છે. એવું જાણવા મળી રહ્યું છે કે નરેશ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે. માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં નરેશ પટેલે જાહેરાત કરી હતી કે તેઓ એપ્રિલના મધ્ય સુધીમાં પોતાનો નિર્ણય જાહેર કરશે. ત્યારે હવે નરેશ પટેલ ભાજપમાં જોડાશે તે વાત તો તેમની સત્તાવાર જાહેરાત પછી જ જાણવા મળી શકે.

આ્ પણ વાંચોઃ Jamnagar: યુવાનની છરી મારીને હત્યા, સમાધાન માટે બોલાવી રહેંશી નાખ્યો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article